Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 188
________________ 180 ચંદ્રકાન્ત શેઠ SAMBODHI ઉશનસ્, ગોવિંદભાઈ પટેલ ઉપરાંત હસમુખ પાઠક, નલિન રાવલ, યશવંત ત્રિવેદી તેમ જ સિતાંશુ યશ્ચંદ્ર, ચિનુ મોદી, યજ્ઞેશ દવે, વિનોદ જોશી સુધીના અનેક આત્મગત કે આધુનિક સંવેદનાનો મર્મ પ્રકટ કરવા પૌરાણિક કથાવસ્તુનો કે પાત્રોનો વિનિયોગ કર્યો છે. ઉમાશંકરે પદ્યનાટકની દિશામાં જે પુરુષાર્થ કર્યો તેમાંયે વિષયવસ્તુ માટે તો તેમણે રામાયણ, મહાભારત આદિ તરફ જ નજર ઠેરવી. “પ્રાચીના' તથા “મહાપ્રસ્થાન'માંનાં અનેક કાવ્યો પાછળ રામાયણ, મહાભારત, ભાગવત આદિનાં પ્રેરણા અને સહાય રહ્યાં છે. ઉમાશંકરને અનુસરીને પછીથી ઉશનસ્, નંદકુમાર પાઠક જેવા અનેક કવિઓએ એ દિશામાં કામ કર્યું. આમ, જૂના-નવા અનેક કવિઓ-સાહિત્યકારોને સંસ્કૃત પૌરાણિક સાહિત્યે સારો એવો વસ્તુસંભાર પૂરો પાડ્યો છે. આપણે ત્યાં અનેક નૃત્યનાટિકાઓ, ગીતરૂપકો તેમ જ ઊર્મિગીતો-ઊર્મિકાવ્યો વગેરેમાં સંસ્કૃત કથાસાહિત્ય-પૌરાણિક સાહિત્યની મદદ મળતી રહી છે. આપણે ત્યાં સ્તોત્રકાવ્યો, દૂતકાવ્યો, મંગલાષ્ટકો, શતકો, ગીતાકાવ્યો, મુક્તકો અને મહાકાવ્યો વગેરેના પ્રયોગોમાં સંસ્કૃત કાવ્યપ્રકારોની – સંસ્કૃત કાવ્યસાહિત્યની સીધી અસર જોઈ શકાય. ભર્તૃહરિના નીતિશતક'ના કે “અમરુશતક'ના અનુવાદો તો થયા જ તે ઉપરાંત તે પરિપાટીએ સ્વતંત્ર રીતે શતકો લખવાના પ્રયત્નો પણ થયા. વળી સંસ્કૃત સુભાષિતોના સમશ્લોકી અનુવાદો ઉપરાંત તે શૈલીએ ગુજરાતીમાં મુક્તકો લખવાના પ્રયત્નો થયા. આ સંદર્ભમાં રામનારાયણ વિ.પાઠક (શેષ), પૂજાલાલ જેવા કવિઓ તુરત યાદ આવે. વળી આપણે ત્યાં મેઘદૂતના અનેક અનુવાદો ઉપરાંત તે શૈલીએ કાવ્યો લખવાના પ્રયત્નો પણ થયા. સુન્દરમે “ચક્રદૂત' આપ્યું તો મનસુખલાલ ઝવેરીએ “ચંદ્રદૂત' ! વળી દોલતરામ કૃપારામ પંડ્યાએ “ઇન્દ્રજિત વધ' તથા ભીમરાવ દિવેટિયાએ “પૃથુરાજરાસો' જેવા મહાકાવ્યના પ્રયોગો આપ્યા તે સંસ્કૃત મહાકાવ્યની પરિપાટીને અનુસરીને ન્હાનાલાલે તો મહાભારતને નજર સામે રાખીને “કુરુક્ષેત્ર' નામે મહાકાવ્યના અનેક મણકાઓ પણ નિજી ડોલનશૈલીમાં આપ્યા. તેમણે ભાગવતના રચનાવિધાનને અનુસરી “હરિસંહિતા' નામે “નવભાગવત” સ્વરૂપનું કૃષ્ણગાન આપવાનોયે ભગીરથ પ્રયત્ન કર્યો. કેશવ હર્ષદ ધ્રુવ જેવાએ સંસ્કૃત કાવ્યો-નાટકોના અનુવાદ આપવાનો બળવાન પુરુષાર્થ કર્યો. ગુજરાતીમાં સંસ્કૃતની પરિપાટીએ કાવ્યો-નાટકો રચવાની જે પરંપરા ચાલી તેમાં મણિલાલ ન. દ્વિવેદી, કેશવ હર્ષદ ધ્રુવ આદિથી માંડી ચંદ્રવદન મહેતા, રસિકલાલ છો. પરીખ જેવા અનેક સર્જકોનો ફાળો રહ્યો છે. | ગુજરાતી રંગભૂમિના ઘડતરવિકાસમાં લોકનાટ્ય ભવાઈ, પાશ્ચાત્ય રંગભૂમિ અને એ જ રીતે ભારતીય સંસ્કૃત રંગભૂમિની પરંપરાએ અગત્યનો ભાગ ભજવ્યો છે. નાટકનો મધુર અંત લાવવાની નીતિ, અંકવિભાજન, પ્રવેશકો-વિખંભકો આદિનો વિનિયોગ, નાટ્યપ્રસ્તાવનાના પ્રયોગો, સૂત્રધારવિદૂષક જેવા નટોનો ઉપયોગ, પતાકાસ્થાનકો, નાટ્યસૂચનો – આવી આવી નાટ્યકળાની અનેક નાનીમોટી બાબતોમાં સંસ્કૃત રંગભૂમિની – રંગશૈલીની પ્રબળ અસર છે. આપણે ત્યાં સંસ્કૃત નાટ્યપ્રકારોને અનુસરીને વ્યાયોગ, ભાણ જેવા વિવિધ નાટ્યપ્રકારો પણ ખેડાયા છે. . ગુજરાતી ગદ્યસાહિત્ય પર પણ સંસ્કૃતિની અસર સ્પષ્ટ જોવા મળે છે. કાદંબરી'ની કથાએ - ભાલણ જેવાને આખ્યાનશૈલીમાં અનુવાદ કરવા પ્રેર્યો અને અર્વાચીન કાળમાં છગનલાલ પંડ્યાએ પણ

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230