Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 184
________________ 176 નિરંજના વોરા SAMBODHI - તે જ સમયે રાજા પ્રસેનજિત વિશાળ સૈન્ય સાથે ડાકૂ અંગુલિમાલને પકડવા ત્યાં આવી પહોંચે છે. તે તથાગતના સાનિધ્યમાં કેશરહિત મસ્તકવાળા, કષાયવસ્ત્ર ધારણ કરેલા અંગુલિમાલને ભિક્ષુના રૂપમાં જોઈને અતિ વિસ્મયનો અનુભવ કરતા કહે છે: “ભગવાન, જેને અમે દંડ અને શસ્ત્રથી પણ વશ કરી શક્યા નથી તેને તમે વગર શત્રે પરાજિત કર્યો છે”. આ અહિંસા અને મૈત્રીભાવનાનો વિજય છે. તે આંતરિક અને બાહ્ય પરિવેશ – વ્યક્તિ તથા સમુદાય બંનેના હિતની દૃષ્ટિએ આવકાર્ય છે. પ્રાકૃતિક વાતાવરણમાં પણ વિશુદ્ધિ, પ્રસન્નતા અને શાંતિનો અનુભવ સહજ બને છે. અહિંસા આધ્યાત્મની સર્વોચ્ચ ભૂમિકા છે. અહિંસાની અવધારણા બીજરૂપે સર્વ ધર્મમાં સ્વીકારાયેલી છે. અહિંસાનો મૂલાધાર જીવન પ્રત્યે સમ્માન, સમત્વભાવના એવં અદ્વૈતભાવના છે. સમત્વભાવથી સહાનુભૂતિ તથા અદ્વૈતભાવથી આત્મીયતા ઉત્પન્ન થાય છે અને તેનાથી જ શાંતિમય સહઅસ્તિત્વ સંભવ બને છે અને વિશુદ્ધ પર્યાવરણની સહજ અનુભૂતિ કરાવે છે. EcoLOGY શબ્દનો ગૃહિતાર્થ: - પર્યાવરણના સંદર્ભમાં ECOLOGY શબ્દનો વિશેષ ઉપયોગ થાય છે. ECOLOGY શબ્દ મૂલતઃ ‘dios' પરથી બન્યો છે. તેનો અર્થ છે “પરિવારનો સંબંધ” આ ગ્રીક શબ્દ પણ સંસ્કૃત શબ્દ “ગૌસ' પરથી બન્યો છે. તેનો અર્થ થાય છે ગૃહ (ઘર). ઈકોલોજીને વ્યાપક અર્થમાં સમજવાથી આપણે “વસુધેવ હૃદુવમના સત્યનો સાક્ષાત્કાર કરી શકીશું. આ સૃષ્ટિમાં સર્વે પરસ્પર સંલગ્ન છે, એવી માન્યતા ઈકોલૉજીનો વૈજ્ઞાનિક આધાર છે. ઇકોલોજી (સંતુલનશાસ્ત્ર-જીવવિજ્ઞાન)નો પ્રત્યક્ષ સંબંધ જીવંત વ્યવસ્થા(order)ની સાથે છે. સૃષ્ટિમાં પૃથક પદાર્થની ઘટનાનું અસ્તિત્વ નથી, સર્વ પરસ્પરાવલંબિત છે. તૃણ, વૃક્ષ કીટાણુથી માંડીને બૃહત્કાય પ્રાણીઓ-પક્ષીઓ વગેરેનું અસ્તિત્વ અન્યોન્ય આધારિત છે. શૃંખલાની એક કડીને કાઢી લેવાથી એનું સાતત્ય ખંડિત થઈ જાય છે. તે રીતે પ્રાકૃતિક પરિવેશ અને માનવજીવનના સૂક્ષ્મ અને સ્થૂળ સ્તર પર જે અવિનાભાવી સંબંધ છે તે પ્રગાઢપણે પરસ્પર અવલંબિત છે. ઈકોલોજી શબ્દનો મૂળભૂત અર્થસંદેશ પારિવારિક સંબંધ છે. મનુષ્ય આજે વૈજ્ઞાનિક સિદ્ધિઓના મદહોશમાં જે રીતે પ્રકૃતિના નિયમોની અવગણના કરીને પ્રાકૃતિક પરિવેશમાં અસંતુલન સર્જીને તેને ઉજાડી રહ્યો છે એનાથી પર્યાવરણમાં અસમતુલા સર્જાઈ રહી છે. આ મદહોશીના માહોલમાં મનુષ્ય-મનુષ્ય વચ્ચેના અને સમાજ સમાજ વચ્ચેના સંબંધોમાંથી આત્મીયતા લુપ્ત થતી જાય છે. સ્પર્ધા અને વિદ્વેષની ભાવનાથી સામાજિક વિષમતાઓ વધતી જાય છે. સાંપ્રત સમયની આવી પરિસ્થિતિમાં અહિંસા, કરુણા અને મૈત્રીભાવનાનું તથા જીવનમાં સંયમિત આચાર-વિચારનું જે મહત્ત્વ નિર્દેશાયું છે તે નિગૂઢ અંધકારમાં પ્રજવલિત દીપક સમાન છે. તે પ્રાકૃતિક પર્યાવરણની સાથે આંતરિક (ચૈતસિક) અને સામાજિક પર્યાવરણને પરિશુદ્ધ રાખવામાં સક્ષમ છે, તે એનું સહજ પરિણામ છે.

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230