Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 183
________________ 175 Vol. XXXVII, 2014 જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણ આ પ્રમાણે બાહ્ય ચીજ-વસ્તુઓના સંયમિત અને નિયંત્રિત ઉપયોગથી પર્યાવરણનું સંતુલન થાય છે. ત્યાં જંગલોનાં જંગલ કપાઈ જાય, ધરતીમાંથી જળ શોષાઈ જાય કે ખનીજસંપત્તિ ખૂટી જાય તેવી પરિસ્થિતિ ઉદ્દભવવાની સંભાવના રહેતી નથી. પણ આ નિયંત્રણ વ્યક્તિએ પોતે સિદ્ધ કરવું પડે છે. તેને માટે તેણે લોભ-માન-માયા-ક્રોધ-અહંકાર વગેરે કષાયોથી મુક્ત થયા પછી જ તેની ચેતના “સ્વ'માંથી સર્વ તરફ વિસ્તરે છે. તેનામાં “આત્મવત્ સર્વભૂતેષુ” – “ગાયાતુને પાયા' ની ભાવના જાગૃત થાય છે અને અહિંસા-મૈત્રીભાવનાના માર્ગે તે પ્રગતિ સાધી શકે છે. ગૌત્તમ બુદ્ધે ચાર બ્રહ્મવિહારોની વાત કરી છે – મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. જૈનદર્શનમાં પણ મૈત્રી આદિ ભાવનાઓને અપરિહાર્ય ગણાવી છે અને આ ભાવનાઓથી પોતાને અને ક્રમશઃ સારા વિશ્વને આપ્લાવિત - પરિપ્લાવિત કરવાનો ઉપદેશ આપ્યો છે: मेत्तं च सब्स लोकस्मि मानसं पावये अपरिमाणं । उद्धे अधो च तिरियं च असंबाधं अवेरे असक्तं । આવી વ્યાપક મૈત્રીભાવનાની સાથે, માતા પોતાના એકના એક પુત્ર પ્રત્યે જેવો સ્નેહ રાખે છે - તેવો નિઃસ્વાર્થ ઉદાર સ્નેહ સૌના પ્રત્યે કેળવવાની સમજ તેમણે આપી છે. આવી મૈત્રીભાવના ચરિતાર્થ કર્યા પછી જ મનુષ્ય “મોધન નિને વોઉં, માધું સાધુના નિને ક્રોધીને અક્રોધથી અને અસાધુને સાધુતાથી પરાજિત કરી શકે છે. એના પ્રત્યક્ષ દૃષ્ટાંત મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધના જીવનમાંથી જ પ્રાપ્ત થાય છે. મહાવીર સ્વામીએ આશીવિષ સર્પને અને ગૌતમ બુદ્ધ અંગુલિમાલ જેવા ભયંકર ડાકુને વશ કર્યા હતા. અંગુલિમાલનું હૃદયપરિવર્તન બુદ્ધના જીવનની એક મહાન સિદ્ધિ છે. મનુષ્યની દૂષિત, રુ, વિકૃત, હિંસાની મનોવૃત્તિથી તેની આસપાસના વાતાવરણ અને પ્રાણીઓના ચિત્તમાં પણ કેવો આંતક ફેલાયેલો રહે છે, તેનું દૃષ્ટાંત અંગુલિમાલની કથામાંથી મળે છે. અંગુલિમાલ જેવો ડાકૂ - જેનું અંદરનું પર્યાવરણ ક્રોધાદિ કષાયોથી દૂષિત છે અને કષાયો ક્રિયાન્વિત થવાથી લૂંટ, હત્યા વગેરે હિંસક ઘટનાઓ પણ એ જંગલમાં બન્યા કરે છે, જે અન્ય લોકોના જીવનમાં ભય, અશાન્તિ, અસલામતી પ્રાદુર્ભત કરે છે. તેથી અરણ્યના સુંદર, મનભાવન પ્રાકૃતિક પરિવેશમાં પણ આંતક છવાઈ ગયો હતો. વૃક્ષો અને પુષ્પોનું સૌંદર્ય કોઈને સાંત્વન આપી શકતું ન હતું. આ પ્રમાણે બંને રીતે-આંતરિક અને બાહ્ય પર્યાવરણ કલુષિત અને ભયપ્રદ બને છે. આ પર્યાવરણને કલુષિતતા અને ભયથી મુક્ત રાખવા અહિંસા અને મૈત્રીભાવના કેવી રીતે સફળ બને છે તે આપણે ગૌતમબુદ્ધ અને અંગુલિમાલના મિલનની ઘટનાથી જાણી શકીએ છીએ. ગૌતમ બુદ્ધ નિર્ભયતા, મૈત્રી અને કરુણાપૂર્ણ ભાવનાથી અંગુલિમાલને સહજમાં જ વશ કરી લે છે અને અંગુલિમાલ પોતાના શસ્ત્ર-અસ્ત્રોની સાથે હિંસા, ક્રોધ વગેરે મલિનવૃત્તિઓને પણ જળમાં વહાવી દે છે. એને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે તથાગત બુદ્ધે તેનું પરિવર્તન કરી દીધું ! તે કહે છે: “કોઈ દંડથી દમન કરે છે, કોઈ શસ્ત્ર અને ચાબુકથી, તથાગત દ્વારા હું વગર શસ્ત્ર અને વગર દંડથી દમિત કરાયો છું. પહેલા હું હિંસક હતો આજે અહિંસક છું.”

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230