Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 180
________________ 172 નિરંજના વોરા SAMBODHI આજીવિકા માટે આ સર્વ કાર્યોનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે. બૌદ્ધદર્શનમાં પણ સમ્યફ આજીવિકાના સંદર્ભમાં પ્રાણીઓનાં શરીરનાં અંગો, વિષ અને વિષયુક્ત ચીજવસ્તુઓ, વૃક્ષો અને વનસ્પતિનો વિનાશ, ચોરી કરીને ધન મેળવવું – આદિ કાર્યોનો નિષેધ કરવામાં આવ્યો છે. આજે જ્યારે પર્યાવરણના સંદર્ભમાં જંગલોનો વિનાશ કરવો, ખનિજસંપત્તિ અને જળની રિક્તતા વગેરે વિશે વિચારીએ છીએ ત્યારે કર્માદાનના આ પંદર અતિચાર અને સમ્યફ આજીવિકાનું મહત્ત્વ આપણે સમજી શકીએ છીએ. પર્યાવરણની સુરક્ષા માટે તે અનેક પ્રકારે ઉપકારક છે. પર્યાવરણ અને પરસ્પરાવલંબન : વન-જંગલ વગેરે કેવળ વૃક્ષોનો સમૂહ, વનસ્પતિ વગેરેનું ઉદ્દભવસ્થાન જ નથી, પણ પૃથ્વી પરના અનેક જીવોના જન્મ, જીવન અને મૃત્યુના પરસ્પર અવલંબનરૂપ એકમ છે. વાસ્તવિક દષ્ટિએ પૃથ્વીના સર્વ જીવો માટે વૃક્ષ-વનસ્પતિ સહિત પરસ્પર અવલંબનરૂપ એક આયોજનબદ્ધ વ્યવસ્થા છે. મનુષ્ય સ્વાર્થવશ કુદરતની આ પરસ્પારવલંબનની પ્રક્રિયામાં વિક્ષેપ નાખી રહ્યો છે. વન અને વનરાજિ જીવજંતુ-પશુપક્ષી વગેરે માટે મોટું આશ્રયસ્થાન છે. પણ જંગલના જંગલ જ્યારે કપાઈ રહ્યાં છે ત્યારે પશુપક્ષીઓની સલામતી કેવી રીતે રહી શકે? એવી રીતે ગોચર માટેની જમીનો પણ ઉદ્યોગપતિ અને બાંધકામો માટે આપી દેવામાં આવે છે. સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદન માટે હાથી, વાઘ, મગર, સર્પ આદિ વગેરેની અનેક સંખ્યામાં નિર્મમ હત્યા કરવામાં આવે છે. આજે પૃથ્વી ઉપરનું જૈવિક વૈવિધ્ય ઓછું થતું જાય છે. બૌદ્ધ અને જૈન ધર્મમાં જમીન ખોદવાનો ખનીજ સંપત્તિનો વ્યાપાર કરવાનો નિષેધ છે. તેને કારણે જમીનમાં રહેનારા જીવોની રક્ષા થવાની સાથે ખનીજ સંપત્તિના અનાવશ્યક ઉપયોગને ઘટાડી શકાય છે. મોટાં મોટાં યંત્રો ચલાવવાનો વ્યવસાય પણ આવકાર્ય નથી. ઔદ્યોગિકીકરણને કારણે અનેક પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકી છે, પરંતુ કદાચ તેને જ કારણે પર્યાવરણને અનેક રીતે નુકશાન થયું છે. જળ, વાયુ અને અન્ય પર્યાવરણીય પ્રદૂષણને દૂર રાખવા માટે ઔદ્યોગિક એકમોને સમતોલ રાખવા – સરકાર દ્વારા અંકુશમાં રાખવાના નીતિનિયમો તૈયાર થાય છે. પણ જ્યાં સુધી વૈયક્તિક રૂપથી ઇચ્છાઓ ઉપર અંકુશ નહિ આવે, અહિંસા અને અપરિગ્રહનું પાલન નહિ થાય ત્યાં સુધી આ પ્રયોજન સિદ્ધ નહિ થાય. આજે જંગલો કાપીને કોલસા બનાવવાનો વ્યવસાય થઈ રહ્યો છે; જળમાંથી ઉત્પન્ન થતી વીજળી અને ગેસનો અનિયંત્રિતપણે ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી, વનસ્પતિ અને જળસંબંધી પ્રદૂષણની સાથે વાયુ અને વાહનવ્યવહાર વગેરેને કારણે ધ્વનિનું પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સાંપ્રત સમયના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત અને વિકાસશીલ દેશો દ્વારા અવકાશમાં વારંવાર ઉપગ્રહો છોડવાના સંબંધમાં અને અવકાશમાં થતા અણુપ્રયોગો પ્રત્યે ઘેરી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપગ્રહો અને અવકાશી પ્રયોગો દ્વારા સ્પેસશટલના વધારે પડતા ઉપયોગને કારણે સૂર્યના પારજાંબલી

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230