Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 179
________________ vol. XVI, 2014 જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણ 171 પ્રથમ સ્તર પર આપણે આસક્તિ, તૃષ્ણા આદિને વશ થઈને કરાતી અનાવશ્યક આક્રમણાત્મક હિંસાથી વિરક્ત થઈએ. બીજા સ્તર પર જીવનયાપન અર્થાત્ આજીવિકાને નિમિત્તે થનારી ત્રસ હિંસાથી મુક્ત રહીએ. ત્રીજા સ્તર પર વિરોધની અહિંસક પદ્ધતિને અપનાવીને પ્રત્યાક્રમણાત્મક હિંસાથી વિરત થઈએ. આ રીતે જીવનયાપન માટેની આવશ્યક જણાતી હિંસાથી પણ ક્રમશઃ આગળ વધીને ચોથા સ્તર પર શરીર અને પરિગ્રહની આસક્તિનો પરિત્યાગ કરીને સર્વતોભાવેન પૂર્ણ અહિંસાની દિશામાં આગળ વધીએ. અહિંસા આંતરિક અને બાહ્ય પર્યાવરણ વિશુદ્ધિ માટે મહત્ત્વનું પરિબળ છે. એ દષ્ટિએ અહિંસાનું પાલન વ્યવહારિક જીવનમાં પણ સહજ બની રહે તે માટે જૈનદર્શનમાં પંદર કર્માદાનના અતિરેક બતાવ્યા છે. પર્યાવરણની સમતુલા માટે તેનું નિરતિશય મહત્ત્વ છે. તેના નિષેધો આ પ્રમાણે છે : ૧. અંગારકર્મઃ લાકડામાંથી કોલસા બનાવીને વેચવાનો વ્યવસાય. ૨. વનકર્મ : જંગલોને કરાર કરીને લઈને વૃક્ષો કાપવાનો વ્યવસાય. ૩. શકટકર્મ : અનેક પ્રકારના ગાડાં, ગાડી, મોટર, ટ્રક, રેલ્વેમાં એંજિન આદિ વાહન બનાવીને વેચવાનું. ૪. ભાટકકર્મ: પશુ તથા વાહન અને મોટાં મોટાં મકાન બનાવીને ભાડે વાપરવા આપવાં. ૫. સ્ફોટકકર્મ સુરંગ વગેરેનું નિર્માણ કરવાનો વ્યવસાય. ૬. દત્તવાણિજ્ય : હાથીદાંત, પશુઓના નખ, ચામડી, શિંગડાં વગેરેનો વ્યાપાર. ૭. લાક્ષાવાણિજ્ય : લાખનો વ્યાપાર. તેનાથી અનેક જીવોનો ઘાત થાય છે. ૮. રસવાણિજ્ય : મદિરા, આસ્ત્રવો વગેરે નશાકારક વસ્તુ બનાવવી અને વેચવી. ૯. વિષવાણિજ્ય : ઝેર, ઝેરી પદાર્થો, શસ્ત્રાસ્ત્રનું નિર્માણ અને વિક્રય. ૧૦. કેશવાણિજ્ય : વાળ અથવા વાળવાળાં પ્રાણીઓનો વ્યાપાર ૧૧. યંત્રપીડનકર્મ મોટાં મોટાં યંત્રો-મશીનોને ચલાવવાનો વ્યવસાય. ૧૨. નિર્વાચ્છન કર્મ પ્રાણીઓના અવયવોને છેદવા અનેકાપવાનું કાર્ય. ૧૩. દાવાગ્નિદાનઃ વનોમાં આગ લાગવવાનો વ્યવસાય. ૧૪. સરોવર-તળાવ વગેરેના શોષણનું-તેના જળને સૂકવી નાખવાનું કાર્ય. ૧૫. અસતીજન પોષણના કર્મ દુરાચાર કરનાર સ્ત્રી-પુરુષોનું પોપણ, હિંસક પ્રાણીઓનું પાલન અને સમાજવિરોધી તત્ત્વોને સંરક્ષણ આપવાનું કાર્ય.

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230