________________
Vol. XXXVI, 2013 વેદની કૃષિવિદ્યા
215 ઉપરાંત સૂક્ષ્મ જીવાત જેવી કે ઝીણી ઈયળ, ઊધઈ, ફૂગ, કૃમિઓ તથા રોગના જંતુઓ વગેરે આજના જમાનાની જેમ જ પાકને નુકસાન પહોંચાડતાં જ હશે. આવા ઉપદ્રવોથી રક્ષણ મેળવવા અથર્વવેદમાં પ્રાર્થના કરાઈ છે કે ““ઝડપથી દોડનારા, ખૂબ પીડા આપનાર, ચમકતા, ધ્રૂજતા અને હેરાન કરતા નજરે ચડતા કે ન ચડતા કૃમિઓ નાશ પામો''.૯૧ ઉપરાંત હે અશ્વિનો ! કાગડા, ભૂંડ અને ઉંદરોનો નાશ કરો, તેમનાં માથાં કાપી નાખો, અમારા પાકને અભય આપો. હે કાગડા ! હે તીડ ! જેમ ઋત્વિજ અયોગ્ય હવિને છોડી દે તેમ ખાધા વગર અને આ અનાજને નુકસાન કર્યા વગર દૂર જા.૩ સૂર્યનો આકરો તડકો જંતુઓનો નાશ કરે છે તેવો ઉલ્લેખ પણ વેદમાં મળે છે. ૧૪
આ ઉપરાંત કાકડાશિંગી નામે ઓળખાતી વૈદિક અજશૃંગી નામની વનસ્પતિ માટે કહેવાયું છે કે “હે અજશૃંગી ! પોતાની વાસથી બધા રોગ અને કૃમિઓને દૂર કર અને નાશ કર”.૯૫ આ ઉપરાંત કહેવાયું છે કે ““હે કૃમીઓ, તમે ગુગ્ગલ, પીલુ, માંસી (વરણમૂળ), ઓક્ષગન્ધી (સફેદ ભોંયકોળું) તથા પ્રમજની (ઘાવડી) આ પાંચ વનસ્પતિઓને જાણો અને અહીંથી દૂર ચાલ્યા જાઓ. આવી ઔષધિમાં અગ્નિ નાંખવાથી તેના ધુમાડાથી પણ જીવાત નાશ પામે છે.
આ ઉપરાંત “જ્યાં પીપળો, વડ, મહાવૃક્ષ (થોર) અને શિખંડી – (જુઈ), ડોલતીધરો, સાદડાનું વૃક્ષ, અધેડો, કાકડાશિંગી (કંકરી) હોય છે ત્યાંથી સાવધાન થઈને પાણીમાં સંચાર કરનાર કૃમિઓ ! દૂર ચાલ્યા જાઓ''.૭ આ ઉપરાંત કુવારપાઠા (મયમય) તથા ધતુરા (હિરણ્યયી)થી કૃમિઓના રક્ષણની જાણ પણ અથર્વવેદમાં મળે છે. લોધર(મુષ્ક)ના વૃક્ષથી પણ જંતુનાશનો ઉલ્લેખ છે. લોધરનો ભૂક્કો ભભરાવવાથી પણ જંતુ દૂર થવાનું સૂચન અહીં કરાયું છે.
આમ વેદકાલીન ઋષિઓ કૃષિથી સુપરિચિત હોવાનું તેમના દીર્ઘકાલિક અનુભવ અને પ્રયોગો પરથી જણાય છે. આજે વિશ્વભરના કૃષિતજજ્ઞો નવીન પ્રભાવશાળી તત્ત્વની શોધમાં કૃષિક્ષેત્રે અહર્નિશ લાગેલા છે, પણ તેના મૂળમાં તો પ્રાચીન પરંપરા જ કારણભૂત હતી, તેનું પ્રમાણ વેદ સંહિતાઓમાં મળી રહે છે. આમ આ કૃષિશાસ્ત્રની એક પ્રદીર્ઘ અવિચ્છિન્ન પરંપરા ભારતમાં ચાલી આવી છે. આવા વેદના નિર્દેશો પરથી તો આપણો પ્રાચીન વારસો ભવ્ય અને સુસંસ્કૃત હોવાનું ગૌરવ થાય છે. પાદનોંધ
૧.
સુસા : કૃષિસ્કૃધ I (યજુ. સં. - ૮/૧૦) ઋ. સં. ૧૦-૩૪-૧૩ લયસ્ત રીયો યવસર્ણ પૂરે....... (ઋ. સં. ૭/૯૩/૨) ઋ. સં. - ૪૫૭/૩ ઋ. સં. - ૪/૫૭/૮ ઋ. સં. - ૮/૫૭/૧ 8. સં. - ૧/૧૧૨/૧૨
૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org