Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
286
ભીમજી ખાચરિયા
SAMBODHI આવી સુંદર અનુભવકથા છૂંદણાંની સાંસ્કૃતિક યાત્રામાં પડાવરૂપે મળે છે.
છૂંદણાં છૂંદાવવાની વિધિ પણ એક કસબ છે. જૂના સમયે વણઝારણ, રાવળ ને દેવીપૂજક સ્ત્રીઓ મેળામાં, ઘરેઘરે ફરીને લાકડાની અણીદાર ચીપ કે લોખંડની લાંબી સોય વડે ચામડીને ઊતરડીને બીઆના ઝાડનું પાણી ને તાવડીની મેશને ભેગા કરી છૂંદણાં છૂંદી આપતી. બે ત્રણ વખત, જયાં સુધી છુંદણાંની આકૃતિ બરાબર ઉપસે નહીં ત્યાં સુધી ખૂંદવાનું ચાલુ રહે છે. છૂંદણાંના આનંદમાં શરીરની પીડા અભાનપણે ભૂલાતી જાય ને છૂંદણાંનો આનંદ મળતો જાય, સરખે સરખી સખીઓ, પરિણિતાઓ, પ્રેમી યુગલો, ભાઈબંધોની ટોળી મેળામાં સમૂહમાં છૂંદણાં છૂંદાવે છે ત્યારે સાંસ્કૃતિક વારસાને જાળવનાર દેવીપૂજકો, વણઝારા ને રાવળો કોઈકના જીવનમાં સૌંદર્યશાસ્ત્રીની મોટી ભૂમિકાએ પ્રવેશ કરીને મરણપર્યત નિશાનીઓ આપતા હોય છે. તંબુ તાણીને, કોથળા પાથરીને, ખભે પેટી ભરાવીને, મેળે મેળે રખડતા, ભટકતા પુરુષો પણ છૂંદણાં છૂંદે છે.
સૌરાષ્ટ્રમાં છૂંદણાંના કારીગર તરીકે માતૃક વારસાથી કામ કરનાર આનંદભાઈ નટવરલાલ સોલંકી (ઉ.૩૫, રહે, મફતિયા પરા, જેતપુર) એ એકેય અક્ષર પાડ્યો નથી છતાં કોઠાસૂઝથી છૂંદણાકળામાં ગોવા સુધી પંકાયેલા છે. તેઓ કહે છે કે “પરદેશમાં પ્લાસ્ટિકની ડિઝાઈન મૂકીને છુંદણું છૂંદાવાય છે જયારે હું તો મારામાં જ પહેલા ભાત પાડું પછી આંગળી ને આંખની મદદથી ભાત કાઢે, મને ગામેચા, વડવા, પમલા, ટોડલિયા બધા જ દેવીપૂજકો હું દાતણિયો હોવાથી મને માને છે ને છૂંદણાંની કળા જાણતો હોવાથી મને માન આપે છે. જો કે અમારા બૈરાંને આ કલાનો ભાવ ખૂબ ઓછો લાગ્યો છે.” આ સૌરાષ્ટ્ર વિસ્તારના અન્ય દેવીપૂજકોની અને છૂંદણાં છૂંદવાની લોકવિદ્યા જણાતી બહેનોની મુલાકાત લેતાં જાણવા મળ્યું કે છૂંદણાના રસ બનાવવા ઘણી વખત ભૂરા નાગની કાંચળીની રાખનું કાજલ, કોપરેલ ને ગાયનું છાણ, બીજી રીત; આકડાનું દૂધ, તૂરિયાના પાન કે મહૂડાના ફૂલનો રસ, લોઢાની સોય કે બાવળની શૂળ તેના ઓજાર. વંશપરંપરાગતે મેળવેલ આ હુન્નરની શરૂઆત દેવદેવીના પૂજાપાઠ કરીને છૂંદણાં છૂંદે છે. આજથી પચાસેક વર્ષ પહેલા વાર, તહેવાર ઘેરઘેર ફરનારા દેવીપૂજકો વણઝારાઓ કે રાવળો વસ્તુવિનિમયની જૂની પ્રથા મુજબ પાલી-બે પાલી જુવાર, બાજરી કે મગફળી ઘી, દૂધ, છાશ કે એક ટંકના ભોજનમાં પણ છૂંદણાં છૂંદી આપતા. ખૂબ સાંકડી રીતે રહેતી આ લોકજાતિની સામે પણ ગુજરાતની લોકજાતિઓ હોંશથી શરીરના દર્શનીય ભાગો ઉપર છૂંદણા છૂંદાવીને ગૌરવ અનુભવતી.
પ્રકૃતિના તત્ત્વોને પડકારીને પોતાનામાં સમાવવાની મહેચ્છા છૂંદણાં જ પુરી શકે છે તો આધુનિક સમયમાં આ છૂંદણાં પાસપોર્ટ, વીઝા, શારીરિક ઓળખના ચિહ્નો, ખોવાયેલ વ્યક્તિની શોધખોળમાં, આડા કામની વ્યક્તિઓની નિશાનીઓ વગેરે અનેક સામાજિક સંદર્ભથી ઉપયોગી છે. છૂંદણાંનો એકવીસમી સદીનો આધુનિક આવિષ્કાર ‘ટેટુઝ' ગણી શકાય. થોડા કલાકો પુરતા શરીર શૃંગારને રંગબેરંગી ભાતમાં, આકૃતિઓમાં, ફૂલ કે પંખીઓના રૂપે ગાલે, ડોકે, વાંસાના ખૂલ્લા ભાગમાં ટેટુઝને મૂકવાનો ચાલ છે. નવી ટેકનોલોજીથી બનેલા ટેટુઝમાં પ્લાસ્ટિક અને કૃત્રિમ ભડકાઉ રંગનો ઉપયોગ કરી મીણ, ઝીણાં હીરા, ચમકીલા પદાર્થોથી માનવચહેરાંઓ, પીપળા કે વડલાના પાન જેવી હૃદયની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328