________________
312
ગ્રંથ સમીક્ષા
SAMBODHI હવે ૧૮૬૮નું નવું વર્ષ બેઠું. આઠ માસ એકત્રિત થયેલ પૃથ્વીનું જળ પીને વાદળો ઘેરાયાં છે તેવી અને તમામ વનસ્પતિને ઉગાડનાર વર્ષાઋતુ બેઠી. જાણે કે ચંદ્ર-સૂર્ય અને તારાઓના તેજને ખાઈને વાદળરૂપી ઉદરમાં ગડગડાટ શરૂ થઈ ગયો ! જાણે કે, વરસાદી ઠંડા વાયરાથી ડરી જઈને આકાશે વાદળારૂપી કાળો કામળો ઓઢી લીધો ! વીજળી તથા પ્રચંડ વાયુ સાથેના મહામેળોએ ભગવાન કરુણા વરસાવે તેમ નવજીવન આપનાર જળ વરસાવવાનું શરૂ કર્યું. મહાપ્રભુએ ખેડૂતો દ્વારા વિવિધ ધાન્યની વાવણી કરાવી. જેમની દષ્ટિમાત્રથી પંચમહાભૂત ઉત્પન્ન થતા હોય તેમને મન આમાં શો પરિશ્રમ? (૩ - ૩૦૪-૯). રસવૈભવ
“ો વૈ : ર ોવાયં તથ્વી માનન્દી પતિ પરમાત્મા પરબ્રહ્મ સ્વયં રસસ્વરૂપ છે. તેમને પ્રાપ્ત કરીને સૌ આનંદ પ્રાપ્ત કરે છે. આ શ્રુતિ પ્રમાણે રસમાત્રનું અધિષ્ઠાન પરમાત્મા છે અને રસ નિકટતમ ભોક્તા ઉત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ છે. બંનેના મહિમાનો આ ગ્રંથ હોવાથી રસભરપૂર ગ્રંથ હોય તે સ્વાભાવિક છે.
કાવ્યશાસ્ત્રમાં રસની વિભાવના ભરતમુનિએ સૂત્રરૂપે પ્રથમ કરી તેમ કહેવાય છે. ત્યારબાદ તેનો વિકાસ થતા નવ રસની પ્રસિદ્ધિ થઈ. (૧) શૃંગાર (૨) હાસ્ય (૩) કરુણ (૪) રૌદ્ર (૫) વીર (૬) ભયાનક (૭) બીભત્સ (૮) અદ્ભુત (૯) શાંત.
પ્રસ્તુત શાસ્ત્રમાં શબ્દાર્થગાંભીર્યની અપેક્ષાએ રસનિષ્પત્તિ ન જણાય પરંતુ સ્વાભાવિક રીતે નવે નવ રસો અવશ્ય દષ્ટિગોચર થાય છે. તેનો થોડો આસ્વાદ માણીએ. અક્ષરબ્રહ્મનો સ્નેહ
શૃંગારરસમાં ભરતમુનિએ રતિને સ્થાયીભાવ તરીકે ગણ્યો છે. અક્ષરબ્રહ્મના પરબ્રહ્મ પ્રત્યેના સ્નેહનાં અનેક ઉદાહરણો પ્રસ્તુત ગ્રંથમાં સમાયાં છે. અહીં એક જોઈએ.
अक्षरब्रह्माणि प्रीतिः परात्मनः सनातनी । अगम्या शास्त्रकाराणां तर्ककर्कशधीमताम् ॥ २२ ॥ भर्तृक्षपाकरधनञ्जयवारिमेघान् साध्वीचकोरशलभास्तिमिकालकण्ठाः । स्निह्यन्ति तादृशतनूप्रकृतिप्रभावात् ब्रह्माक्षरस्य च हरेश्च रतिस्त्वपूर्वा ॥ २३ ॥
અક્ષરબ્રહ્મ સાથે પરમાત્માને સનાતન પ્રીતિ છે. જે તીવ્ર બુદ્ધિવાળા, તર્કકુશળ શાસ્ત્રકારોને પણ અગમ્ય છે. સાધ્વી સ્ત્રી પતિને, ચકોર ચંદ્રને, પતંગિયું અગ્નિને, માછલી જળને, ચાતક મેઘને સ્નેહ કરે છે પણ તેને તે પ્રકારનો સ્નેહ શરીરના સ્વભાવને કારણે છે. (બીજા પ્રકારનું શરીર મળે તો આવો સ્નેહ રહેતો નથી, તેમનો પ્રેમ જડ શરીરના સ્વભાવથી ઘડાયો છે) જયારે બ્રહ્મ અને પરબ્રહ્મનો પ્રેમ તો અપૂર્વ છે. (૨/૩૬/૨૨-૨૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org