Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 325
________________ Vol. XXXV1, 2013 અક્ષરપુરુષોત્તમમાહાત્મ્યમ 317 અક્ષર શબ્દથી પ્રાણ : પ્રધાનું ધામ વિઘ્નોસ્તુ પ્રાપ્ય ડ્વ પ્રીતિતઃ । પાયૈર્યો વિજ્ઞાનીયાત્ પ્રાળથં પરમેશ્વરમ્ । (મધ્વાચાર્ય સર્વમૂલગ્રંથ : સંપુટ-૧, આથર્વણોપનિષદભાષ્ય, અધ્યાય ૪/૧/૧.) કોઈએ ક્ષેત્રજ્ઞ સમષ્ટિરૂપ કહ્યું ‘ક્ષેત્રજ્ઞસમષ્ટિરૂપમ્' (રામાનુજાચાર્ય, શ્રીમદ્ભગવદ્ગીતા, રામાનુજભાષ્ય ૮/૩.) કોઈએ પરબ્રહ્મનું આધ્યાત્મિક સ્વરૂપ અર્થાત્ પરબ્રહ્મથી અભિન્ન કહ્યું (અક્ષરબ્રહ્મ પુરુષોત્તમના ચરણસ્થાનીય તથા અધ્યાત્મસ્વરૂપ છે. પુરુષોત્તમનો આનંદાંશ તિરોભાવ તે જ અક્ષરબ્રહ્મ છે. બંને વચ્ચે પરાપર ભાવ હોવા છતાં અક્ષરબ્રહ્મ અને પુરુષોત્તમ બંને અભિન્ન છે.’ (વલ્લભાચાર્ય, તત્ત્વાર્થદીપ નિબંધ, સનિર્ણય પ્રકરણ-૯૮-૧૦૧, અણુભાષ્ય ૧/૨/૨૧, સિદ્ધાંતમુક્તાવલી-૩, શ્રીમદ્ભાગવત, સુબોધિની ૧/૨/૧૧.)(૨૬-૨૭) તેવી જ રીતે ઇશ્વરો અને પરમેશ્વરની વચ્ચે મોટો ભેદ હોવા છતાં જેમ કીડી અને હાથીને એક કરે તેમ માર્ગ ભૂલેલ પંડિતો બંનેને એક જ વર્ણવતા હતા. (૨૮) ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ પ્રથમ આત્માનંદ સ્વામીથી થયો હતો. જેઓનો જન્મ વિષ્ણુકાંચી(તામિલનાડુ)માં થયો હતો. તેમનું નામ સોમશર્મા હતું. તેમણે નાસિકમાં અભ્યાસ કર્યો હતો. બદરિકાશ્રમમાં તેમને સં.૧૪૮૫માં શુકદેવ અને ઉદ્ધવજીનાં દર્શન થયા અને તેમણે દીક્ષા લીધી. તેઓ ગુજરાતમાં ભાવનગર પાસે ગોપનાથ મહાદેવના મંદિરમાં સ્થિર થયા. જૂનાગઢના નરસિંહ મહેતા વગેરે તેમના ગૃહસ્થ શિષ્યો હતા. તેમનાં શિષ્ય ગોવિંદાનંદ સ્વામી થયા. તેમના આનંદાનંદ, સ્વામી તેમના ગોપાળાનંદ સ્વામી, ત્યારબાદ આત્માનંદ સ્વામી (બીજા) અને પછી રામાનંદ સ્વામી થયા કે જેઓ કબીરના ગુરુ રામાનંદ સ્વામી પછી ઘણા સમય બાદના હતા. તેમના શિષ્ય ભગવાન સ્વામિનારાયણ થયા. આવી રીતે પૂર્વ ગુરુ પરંપરા થઈ.. ઉત્તર ગુરુપરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, ત્યારબાદ મહુવાના પ્રાગજી ભગત, ત્યારપછી શાસ્ત્રીજી મહારાજ સ્વામી યજ્ઞપુરુષદાસ, તેમના શિષ્ય યોગીજી મહારાજ સ્વામી જ્ઞાનજીવનદાસ અને ત્યારબાદ હાલ પ્રમુખસ્વામી મહારાજ સ્વામી નારાયણસ્વરૂપદાસજી છે. આમ વિ.સં.૧૪૮૫થી આરંભીને સં.૨૦૧૩ સુધીનો આ ઇતિહાસ ગ્રંથ છે. આમ આ ગ્રંથને કાવ્યગ્રંથ કહેવો ? ઇતિહાસ ગ્રંથ કહેવો ? પુરાણ ગ્રંથ કહેવો કે ધર્મશાસ્ત્ર કહેવો ? સમગ્ર ગ્રંથ સંવાદાત્મક પૌરાણિક શૈલીમાં લખાયો હોવાથી પુરાણ ગ્રંથ કહેવાય. ૬૦૦ વરસનો ઇતિહાસ ભર્યો હોવાથી ઇતિહાસ ગ્રંથ પણ કહેવાય. કાવ્યનાં ઘણાં લક્ષણો હોવાથી કાવ્ય ગ્રંથ પણ કહેવાય. ધર્મશાસ્ત્રના ઘણા વિષયોની ચર્ચા કરી હોવાથી ધર્મશાસ્ત્ર પણ કહેવાય. ભક્તિ સંબંધી લગભગ વિષયો નિરૂપ્યા હોવાથી આગમગ્રંથ પણ કહેવાય. આ તમામ વિષયો એકત્રિત હોવાથી વિશિષ્ટ ગ્રંથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328