Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 322
________________ 314 SAMBODHI ગ્રંથ સમીક્ષા अद्राक्षं किल वृत्तपत्तनवरे वामीपतिं तं शठाः ।। कङ्का वीक्ष्य परस्परं सुकुतुकं ज्ञात्वाऽवदत् कश्चन । देवीपुत्र ! पुरस्तवाऽस्ति भगवान् यं दुष्टवान् त्वं पुरा एवं, क्षुब्धमना हरेश्चरणयोर्नत्वा ययाचे क्षमाम् ॥ १२ ॥ રામોદડી ગામને પાદર શ્રીહરિ કૂવા પર ઘોડીને પાણી પિવડાવતા હતા તે સમયે માણકીને ઓળખનાર પણ શ્રીહરિને નહિ ઓળખનાર કરણ ગઢવી ગામમાંથી ત્યાં આવ્યો. તેણે શસ્ત્ર-અસ્ત્રોવાળા સૈનિકોથી વીંટાયેલ માણકી જોઈ. તેણે કલ્પના કરી : આ લોકો સ્વામિનારાયણની ઘોડી ચોરીને લઈ જાય છે. તેણે માણકીની સરક ઝાલીને પડકાર કર્યો કે, હે ખલ પુરુષો ! તમે માણકી લઈને નહિ જઈ. શકો. આ સાંભળીને શ્રીહરિ હસીને કહે : ગઢવી ! ઘોડી તો અમારી છે. ગઢવી કહે : ના, તમારી નથી, તમે ખોટું બોલો છો. હું ઘોડીને ઓળખું છે. શ્રીહરિ : તો, આ કોની ઘોડી છે? : ગઢવી કહે : હે શઠ લોકો ! આ ઘોડીના માલિક તો સ્વામિનારાયણ છે. મેં તેમને વરતાલમાં જોયા છે. કાઠી દરબારોને આ જોઈને કૌતુક લાગ્યું. તેમાંથી એક જણ કહે : દેવીપુત્ર! તમારી સામે ઊભા છે તે જ પહેલા મેં જોયેલ સ્વામિનારાયણ ભગવાન છે. એમ ! આમ કહીને ગઢવી છોભીલો પડી ગયો. શ્રીહરિનાં ચરણકમળમાં પડીને એણે માફી માંગી. શ્રીહરિ અને ભક્તો આનંદિત થયા કે આ લોકમાં જાણે તો છે કે જો માણકી ઘોડી કોઈની પાસે હોય તો સ્વામિનારાયણ પાસે જ છે, બીજા કોઈ પાસે નહિ. (૩/૪૪/૧૦-૧૨) કરુણ રસ ભગવાન સ્વામિનારાયણ દેહ ત્યાગ કરવાના હતા, તે પૂર્વે બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢથી બોલાવી દર્શન, પ્રસાદ, વાતો વગેરે ખૂબ સુખ આપ્યાં અને જૂનાગઢ જવા માટે છેલ્લે પ્રસાદ આપ્યો. તે વખતની બ્રહ્માનંદ સ્વામીની પરિસ્થિતિ સહૃદયી વાચકની આંખોના ખૂણા અવશ્ય ભીંજવી દે છે. એક દિવસ અચાનક બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહ્યું સ્વામી ! તમે મારી આજ્ઞાથી મંડળ સાથે જૂનાગઢ જાઓ અને ગુણાતીતાનંદ સ્વામીને અહીં મોકલો. શ્રીહરિનું સ્વાચ્ય ગંભીર જાણીને જવું કે ન જવું એ બ્રહ્માનંદ સ્વામી વિચાર કરવા લાગ્યા. એમને લાગ્યું કે, શ્રીહરિનાં ફરી વખત દર્શન થશે નહીં તેથી ન જવું, પરત દીક્ષા લીધી ત્યારથી આજ સુધી શ્રીહરિની આજ્ઞા પાળી હતી અને હવે છેલ્લે આજ્ઞાનો લોપ કેમ થાય? એ કરતાં તો જવું સારું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328