Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 316
________________ 308 ગ્રંથ સમીક્ષા SAMBODHI જેના અંતરમાં માયાથી નિર્લેપ ભગવાન વાસુદેવની ભક્તિ હોય. આવી ભગવદ્ભક્તિને કારણે તેને ભાગવત મહાપુરુષ કહેવાય છે. તેનામાં પરાત્પર પરમાત્મા અખંડ રહે છે. તે વૈષ્ણવોના તમામ મનોરથ પૂર્ણ કરે છે. સર્વમાં વ્યાપક ભગવાન જેના હૃદયમાં અખંડ પ્રતિષ્ઠિત હોય તેવા પુરુષના સાંનિધ્યમાં જ દેવતામાં સામર્થ્ય આવે છે. જો આચાર્ય બ્રહ્મતેજથી પૂર્ણ હોય અને પૂજા અનન્ય ભાવથી થતી હોય (તો જ પરમાત્મા પ્રતિષ્ઠિત થાય છે.) [કવસંહિતા ૨૮/૩૧]. જેની કીર્તિ નિર્દભપણે લોકમાં પ્રસિદ્ધ હોય અને જેમની અપકીર્તિ આ લોકમાં ક્યારેય ન થઈ હોય તેવા સત્પરુષે કરેલ પ્રતિષ્ઠા વડે પરમાત્મા પ્રતિષ્ઠિત થાય છે. તે બ્રહ્માજી ! આ સિવાયના અનેક દેવોને માનનાર માટે મહોત્સવરૂપી પ્રતિષ્ઠાકાર્ય નિષિદ્ધ છે. [પૌષ્કરસંહિતા ૩૮/૪૫-૪૬]. જે ગુરુના અંગો અંગમાં પરમાત્મા રહ્યા છે તેમના જ કરકમળથી ભગવાનની પ્રતિષ્ઠા થાય છે. [વૈહાયસીસંહિતા ૯૯O]. તમામ ધાર્મિક કાર્યોમાં દોષયુક્ત ગુરુનો ઉત્તમ આચાર્યોએ કર્યો છે તે વાત પરાશરસંહિતામાં કહી છે તેને સાવધાનપણે સાંભળો : અર્થ અને કામમાં ઘેરાયેલ, ક્રૂર, ક્રોધ, લોભ અને મદથી અન્વિત, મલિન એવા પોતાના ગુરુનો મોક્ષાર્થીએ શૂદ્રની જેમ ત્યાગ કરવો જોઈએ. પિરાશરસંહિતા ૧/૩૯]. - લક્ષ્મીતંત્ર [૨૧/૩૪-૩૬]માં પણ પ્રતિષ્ઠા કરવા સમર્થ ગુરુનાં લક્ષણો કહ્યાં છે. અક્ષરબ્રહ્મમાં તે તમામ ગુણો હોવાથી તે ગુણાતીત જ ગુરુ જાણવા. [૨/૫૫/૩૧-૪૧] . આવી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિરૂપી ચાર ગુણો તથા સાંખ્ય, યોગ, પંચરાત્ર તથા વેદાંતના ચાર શાસ્ત્રરૂપી પાયા પર ભગવાન સ્વામિનારાયણ તથા તેમના અનુગામી ગુરુઓએ રચેલ મહામંદિરના વર્ણનનો થોડો આસ્વાદ પ્રસ્તુત ગ્રંથમાં જાણ્યો. ભાષાવૈભવ પક્ષ છંદવૈભવ આ ગ્રંથની ભાષા પ્રાંજલ છે. સમગ્ર ગ્રંથ મુખ્યત્વે અનુષ્ટપુ છંદમાં રચાયેલ છે તેમ છતાં ગ્રંથના અંતમાં, સ્તોત્રોમાં, સંવાદમાં અથવા કંઈક વિશિષ્ટ પ્રસંગોમાં છંદો બદલાતા ૩૧ છંદોનો ઉપયોગ કર્યો છે. (૨) અષ્ટપદી (૩) આર્યા (૪) ઓપછન્દસિક (૫) ઉપગીતિ (૬) ઉપજાતિ (૭) કોકિલક (૮) ગીતિકા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328