Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 315
________________ Vol. XXXVI, 2013 અક્ષરપુરુષોત્તમમાહાત્મ્યમ્ માંસ કંઈ ઘાસમાંથી, લાકડાંમાંથી કે પથ્થરમાંથી મળતું નથી. પશુનો નાશ કરવાથી જ માંસ મળે છે. તેથી માંસભક્ષણ દોષિત છે. (૬૦) : શ્રીહરિ કહે છે : તેથી હે દયાળુ જગજીવન ! હિંસામય યજ્ઞનો ત્યાગ કરીને અહિંસક યજ્ઞનો આશ્રય કર. આ મૂંગાં નિર્દોષ પશુ પર અનુકંપા કર. (૬૧) 307 સ્વામી યજ્ઞપુરુષદાસજી કહે છે : શ્રીહરિએ ઘણું કહ્યું પણ તે કુબુદ્ધિવાળા જગજીવને પોતાના મતનો ત્યાગ ન કર્યો. સામેથી કઠોર વાણીથી અવિવેકી તેણે શ્રીહરિનું અપમાન કર્યું. શ્રીહરિ તો યજ્ઞશાળામાંથી નીકળીને સુંદરજીને ઘેર ગયા. સુંદરજીને કહ્યું : તમે જગજીવનથી ડરશો નહિ. રાવણકંસ જેવા રાજાઓ પણ પૃથ્વી પરથી નામશેષ થઈ ગયા છે. પરમાત્મા જ સર્વ કર્તાહર્તા છે એમ માનીને નિર્ભયપણે રાજ્યનું કામકાજ કરજો. (૬૨-૬૪) જ્ઞાનવિષય જ્ઞાનવિષય અહીં સુપ૨ે નિરૂપ્યો છે. અક્ષર અને પુરુષોત્તમનું માહાત્મ્ય પ્રસ્તુત ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય હોવાથી વેદો, મુખ્ય દશ ઉપનિષદો, ભગવદ્ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત, મહાભારત વગેરે શાસ્ત્રોના અનેક સંદર્ભો દ્વારા વિસ્તારથી અક્ષરબ્રહ્મનું વર્ણન ત્રીજા પ્રકરણના આઠમા અધ્યાયમાં કર્યું છે. તેવી જ રીતે પુરુષોત્તમનો મહિમા ઠેર-ઠેર શાસ્ત્રોના સંદર્ભો, સંતો, હરિભક્તોનાં પ્રસંગો, પ્રસંગોચિત ભગવાન સ્વામિનારાયણનો ઉપદેશ વગેરેમાં છે. હા ! વેદાંતના નિરૂપણનો શાસ્રીય ગ્રંથ હોવાથી કાશીમાં ધર્મદેવના મધ્યસ્થપણા હેઠળ ગોઠવાયેલ શાસ્રાર્થને શાસ્ત્રીય રીતે અનેક મતમતાંતરો, શ્રુતિ-સ્મૃતિના સંદર્ભો, યુક્તિઓ વગેરે દ્વારા પ્રથમ પ્રકરણના ૩૦ થી ૩૩મા અધ્યાય સુધી નિરૂપ્યો છે. અહીં લેખકની દાર્શનિકતા પદે પદે અનુભવાય છે. વૈરાગ્ય આત્મા અને દેહની પૃથકતાનું વર્ણન, જગતના નાશવંતપણાનું વર્ણન, વૈરાગ્ય ઉદય થતા પ્રાપ્ત થતા લાભોનું વર્ણન તથા વૈરાગ્ય ઉદય ન થવાને કારણે થતી હાનિનું અદ્ભુત નિરૂપણ ઘનશ્યામગીતા (૧/૩૭)માં છે. ભક્તિ વૈષ્ણવ પરંપરામાંથી ઉતરી આવેલ સંપ્રદાયમાં ભક્તિ વિષય તો મુખ્ય હોય જ. અહીં ભક્તિસંપ્રદાયમાં પ્રવર્તમાન વિધિવિષયો જેવા કે મૂર્તિપૂજા(૨/૫૫-૫૬) મંદિરો (૪/૧૪) પ્રતિષ્ઠા (૨/૫૫) દીક્ષા (૨/૧૦-૧૧) મંત્ર (૨/૨૦-૨૧ તથા ૩/૨૪-૨૫) તિલકનું બંધારણ (૪૮) વગેરેને પંચરાત્રની વીસ (૨૦) સંહિતાઓ તથા અગિયાર (૧૧) પુરાણોમાંથી સંદર્ભો શોધી શોધીને લેખકે શાસ્ત્રીયતા બક્ષી છે. તેના ફળસ્વરૂપે આ ગ્રંથને ભક્તિશાસ્ત્રના શિરમોડ સમાન બનાવ્યો છે. અહીં ભગવાનની મૂર્તિપ્રતિષ્ઠા કરનાર ગુરુ કેવા હોવા જોઈએ તે અનેક સંહિતાઓનાં સંદર્ભોથી ભરપૂર વિષય વાંચીને આગળ વધીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328