Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 304
________________ 296 ગ્રંથ સમીક્ષા SAMBODHI સાથે બરાબર બંધ બેસે છે. લેખક જણાવે છે – સામ્રાજ્યનું મૂલ્ય, કુલબ્રાઈટ પ્રોગ્રામની મહત્તમ તાકાત અને તેનું ચિરસ્થાયી મૂલ્ય-ધીરજ અને ખંતથી વિશ્વભરમાં માનવજાળ રચવાનું છે. આવી જાળ આવશ્યક છે કારણ કે શાંતિમય વિશ્વ તરફનો પથ તો સાંભળવાની, વિચારવાના વિવિધ માર્ગોને સમજવાની અને સતત મનાવણ ને સમજાવટથી માનસ બદલવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓ જ કરી. શકે. ૧ આ ગ્રંથ કુલ-૬ પ્રકરણમાં વહેંચવામાં આવ્યો છે. ૧.નિમંત્રણ, ૨. પરંપરાગત વિચારણા, ૩. જ્ઞાનનો અભિક્રમ, ૪. પરંપરામુક્ત વિચારણા, ૫. વૈશ્વિક કુટુંબ : ગરજના ગઠબંધનનો ઉપચાર, ૬. પરાભૌતિક જ્ઞાનના માર્ગો : ભવિષ્યના પ્રવેશદ્વારો. પુસ્તક પ્રવેશ માટેનું વ્યાપક નિમંત્રણ સહેતુક રીતે ભૂમિકા સર્જી આપે છે. આ ગ્રંથનું વાચન અને પછી આચરણ શા માટે અનિવાર્ય છે તે સિદ્ધ કરવા માટે થઈને એમણે વ્યાપક રીતે “નિમંત્રણ' આપ્યું છે. એમાં લેખકે વિશ્વભરના દેશો કાલ્પનિક અને કંઈક અંશે માનવ ઇગો-માંથી જન્મેલા આધિપત્યભાવના પરિણામ સ્વરૂપે લશ્કરોનું બજેટ કેવી રીતે વધારતા જાય છે તેનું ચિત્ર રજુ કર્યું છે. માનવ કલ્યાણ કે માનવ ઉપયોગી સગવડો રચવાના બદલે શસ્ત્રોના ઉત્પાદન અને વપરાશના ખર્ચમાં કેટલા મોટા પ્રમાણમાં નાણા રોકવામાં આવી રહ્યાં છે અને તે પડોશી અને પોતાને કઈ રીતે અશાંત રાખી રહ્યાં છે તેનું ભયાવહ ચિત્ર આપણી સામે ખડું કરવામાં આવ્યું છે. એ માટે એમણે કરેલ અભ્યાસ અને પ્રમાણભૂત તથ્યોની રજુઆત ચિત્ત પર અસર જન્માવનારી છે, એકવાર નહીં અનેક વાર આખા પથ્વી ગ્રહને સદંતર નાશ કરી શકાય એટલા અણુશસ્ત્રોનો ખડકલો કરીને એના પર સુતેલી માનવજાત પાછી એવા તર્કમાં રાચે છે કે આ શસ્ત્રો દ્વારા જ શાંતિ જળવાઈ રહે છે...! બીજી બાજુ અસમાન વહેંચણી અને વ્યાપારી વૃત્તિના કારણે વ્યાપક પ્રમાણમાં માનવબંધુઓ ભૂખમરા અને કુપોષણથી પીડાય રહ્યા હોવાની વાસ્તવિકતા દ્વારા વિકાસની રાડો પાડનારાં રાજનેતાઓએ કેવી રાજયવ્યવસ્થાઓ ખડી કરી આપી હોવાનું ચિત્ર પણ આપણી સામે રજૂ થાય છે. આવું કહેતી વખતે એ પણ નોંધવું જરૂરી લાગે છે કે ક્યાંય લેખકનો સ્વર ડંખભર્યો થતો નથી. એ કોઈનાય તરફ કટુતાથી આંગળી ચીંધવાના બદલે માનવચિત્તના દુરુપયોગને પ્રગટ કરે છે. અણસમજને ચીંધી આપે છે. એક બાજુ વ્યાપક એવા સમુદ્રો, નદીઓ તો બીજી બાજુ પાણીની વ્યાપક બનતી ચાલેલી સમસ્યાઓ, વસ્તી વિસ્ફોટ દ્વારા સર્જાયેલ ભયંકર પરિસ્થિતિ, કુદરત દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક ઉર્જાનો સમજયા વિનાનો વપરાશ આવનારા થોડા જ સમયમાં કેવી સમસ્યા સર્જશે તેનું ચિત્ર, અત્યંત મુલ્યવાન એવા જંગલોનો નાશ - કઈ રીતે ગ્રહને ગ્રસી રહ્યાં છીએ, આ ગ્રહ કેવળ માનવ માટે નથી. સૂમથી માંડી વિરાટ જીવોની આખી સાંકળને માનવો કઈ રીતે આડેધડ તોડી રહ્યાં છે ને પરિણામ સ્વરૂપે કઈ રીતે સંકુચિત વૃત્તિના કારણે વૈશ્વિક વિનાશને નોંતરી રહ્યાં છીએ તેનું આ પ્રકરણમાં વ્યાપક આલેખન કરવામાં આવ્યું છે. લેખકે સરસ ભૂમિકા આપતા લખ્યું છે : “વીસમી સદીમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીએ, પરંપરાગત માળખા બહાર, બિનપરંપરાગત, પરંપરામુક્ત રીતે વિચારણા કરીને, કૂદકે ને ભૂસકે વિકાસ સાધ્યો છે તેના આપણે સાક્ષી છીએ. દુર્ભાગ્યે એ સમયે માનવસંબંધોનો વિકાસ કરવા તરફ પુરતું ધ્યાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328