________________
272
SAMBODHI
હસુ યાજ્ઞિક બોલીઓ છે. સર્વસામાન્ય એવા ગુજરાતના લોક સમુદાયમાં નાગરિક, ગ્રામીણ અને આદિવાસી એવા ત્રણ મુખ્ય ક્ષેત્રો છે. આ ત્રણે મુખ્યક્ષેત્રોની પણ પ્રાદેશિક તથા જાતિગત પેટા શાખાઓ છે. આ દૃષ્ટિએ ગુજરાતની લોકરામાયણમાં અનેક પ્રાદેશિક જાતિગત પરંપરાઓનો સમાવેશ થાય છે. આ પ્રકારની લોકરામાયણોનું કોઈ સ્પષ્ટ ચિત્ર હજુ આપણી પાસે નથી. આજે આપણી પાસે દસ્તાવેજી સ્વરૂપમાં, આ દષ્ટિએ, ગુજરાતીની કેટલીક બોલીઓના કંઠપ્રવાહની રામકથા વિષયક રચનાઓ તથા આદિવાસી ક્ષેત્રની ભીલી અને ડાંગી અને દક્ષિણ ગુજરાતની આદિવાસી ક્ષેત્રની “સીતાનો પવાડો' જેવી કંઠપરંપરાની કૃતિઓનું લિપિબદ્ધ દસ્તાવેજીકરણ મુદ્રિત રૂપમાં થયું છે.
અહીં મુખ્ય ઉપક્રમ “ગુજરાતી લોકરામાયણ'ના અભ્યાસના મહિપ્પના મુદ્દાઓનો નિર્દેશ કરવાનો છે. જોકે, અહીં એક વાત પણ સ્પષ્ટ કરવી જોઈએ કે ચારણી, કચ્છી અને ભીલી એ ત્રણે ભાષા પરંપરામાં ગુજરાતી ભાષાની જ રામકથાનો, વિશેષતઃ જેને “ગામડિયું રામાયણ' કહીએ છીએ એનો જ વિશેષ પ્રભાવ છે. એ સાથે જ ગુજરાતી ભાષાના કંઠપ્રવાહની રામાયણ વિષયક રચનાઓ પર ઉક્ત ભાષાઓની તથા કેટલીક જૈન રામાયણની પણ અસર છે. કથાઓ પર કાયમ સમગ્ર પ્રદેશનો પ્રભાવ પડે છે અને પુરાકથાઓ પર કાયમ સમગ્ર રાષ્ટ્રનો, કકો કે આંતરરાષ્ટ્રીય પ્રભાવ પણ હોય છે. આથી જ કેવળ ગુજરાતી લોકરામાયણ પર વિચાર કરીએ ત્યારે આપોઆપ એમાં કેટલાંક તથ્યો એવાં પણ ઉજાગર થાય જે બધી જ પરંપરા સાથે પણ સંબંધ-અનુબંધ ધરાવતાં હોય.
આટલી ભૂમિકા પછી, ઉત્તરાર્ધમાં હવે ગુજરાતી લોકરામાયણના સ્રોત પર દષ્ટિપાત કરીએ. આ અભ્યાસના મુખ્ય સ્રોત ર છે. એક તો આ માટે કોઈ એક ક્ષેત્રને પસંદ કરી તેના કંઠપ્રવાહની રામકથાનું દસ્તાવેજીકરણ અને બીજું, વિવિધ તબક્કે જે કંઈ અત્યાર સુધીમાં લિપિબદ્ધરૂપમાં સંપાદિત થયું છે તે પર અભ્યાસ. અહીં આ બીજા પ્રકારના એટલે કે ગુજરાતી રામકથા વિષયક જેવું-જેટલું અત્યાર સુધીમાં લિપિબદ્ધ સંપાદિત અને મુદ્રિત થયું છે, તે દૃષ્ટિમાં રાખ્યું છે.
ગુજરાત પ્રદેશના, મુખ્યત્વે ગુજરાતી ભાષાની વિવિધ બોલીઓના કંઠપ્રવાહનું – એટલે કે કહેવતો, લોકકથાઓ અને લોકગીતોનું – લિપિબદ્ધ મુદ્રિત પ્રકાશન સાતત્યપૂર્ણ રૂપમાં ગુજરાત રાજયની લોકસમિતિ દ્વારા ઇ.૧૯૫૭ થી ૧૯૮૨ સુધી થયું. એમાં ગુજરાતી લોકસાહિત્ય મણકા : ૧ (૧૯૫૭) થી મણકા : ૧૪ (૧૯૭૦)ના કુલ ૧૪ વર્ષના ગાળામાં રામકથાવિષયક કથા અને ગીતની કુલ ૧૨૧ રચનાઓ મુદ્રિત થઈ. મણકાની શ્રેણીમાં તો આ જેમજેમ જેવી-જેટલી સામગ્રી મળેલ તેનું પ્રકાશન થયેલું. આવી પાંચકે હજાર જેટલી રચનાઓનું આ લખનારે સાતેક ગ્રન્થમાં વિષયાનુસારી સંપાદન કર્યું અને તેમાં અભ્યાસ ભૂમિકા આપી, જેથી ગુજરાતી રામકથાનાં કંઠપ્રવાહનું બહુપાર્શ્વ સ્વરૂપ, એનો લોકજીવન પરનો પ્રભાવ, લિખિત સ્રોત સાથેનો અનુબંધ, રામકથાનો કયો તબક્કો લોકોએ કથામાં અને ગીતામાં સવિશેષ ગાયો, કૃષ્ણકથા અને પાંડવકથાને મુકાબલે રામકથાનો ગુજરાતી લોકજીવન અને લોકસાહિત્ય પર કેવો-કેટલો પ્રભાવ છે, તેનું તુપ્તનાશ્રય ચિત્ર પણ પ્રગટ થયું અને આના જ અભ્યાસો અને તારણો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજુ થયાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org