________________
280
હસુ યાજ્ઞિક
SAMBODHI સ્વતંત્ર દષ્ટિએ જ તર્ક અને ભાવ બન્નેનો આધાર લઈ પુરાકથાનું અર્થદર્શન કરે છે અને એને
સામ્પ્રતજીવનની જ ધબકતી ચેતનાના રૂપમાં અનુભવે છે. ૧૧. પુરાકથા-ધર્મકથાને લોકપ્રવાહ સમય-સમયે નવું રૂપ આવે છે ને તેમાં પૂર્વે સિંદ્ધ થયેલા લયાત્મક
ગીતમુખડાનો અને ગીતમાળખાનો ઉપયોગ કરી નવી નવી રચનાઓ ગવાતી થાય છે. ૧૨. ગુજરાતી લોકરામાયણમાં કૈકેયીની વાતને મહત્ત્વ નથી તેમ ઉત્તર રામાયણની રાજસૂયયજ્ઞ,
લવ-કુશ દ્વારા ઘોડાનું બાંધવું, બન્નેનું રામસેના સામેનું યુદ્ધ વગેરે ઘટનાઓને પણ સ્થાન-મહત્ત્વ
નથી. પાદટીપ
૧.
૨. ૩.
જુઓ : લોકગીતોમાં રામચરિત અને પાંડવકથા, ડૉ. હસુ યાજ્ઞિક, ગુજ. સા. અકાદમી, ૧૯૯૨, પૂ.૧૨૧ લખમણ લખમણ બંધવા રે (સીતાત્યાગ), પૃ. ૧૪૪ રામ લખમણ બે બંધવા રામૈયા રામ. સીતાનો પવાડો માટે જુઓ : એજન પૃ. ૧૭૩ થી ૧૭૫ પરની રચના. હિંદીમાં ૧. ગુજરાતી લોકસાહિત્ય, રામકથા સે કામકથા તક, હસુ યાજ્ઞિક, ડિવાઈન પ્રકાશન, અમદાવાદ, ૨૦૧૦ (ગુજ. સા. અકાદમી ગાંધીનગર પ્રકાશિત ગ્રન્થમાં) મરાઠીમાં-મરાઠી ભાષાપરિષદ, ધુળના સંચયમાં) ૩. અંગ્રેજીમાં, સ્ટડીઝ ઇન અલોમોર્ડન ઇન્ડો આર્યન લૅવેજીઝ, લિટરેચર એન્ડ કલ્ચર, એડિટેડ બાય, એનલ એન્ટવ્હિસલ, મનોહર, દિલ્હી, ૧૯૯૯, પૃ. ૪૧૧ થી ૪૧૬) સલોકા મુખ્યત્વે વ્યક્તિકૃત રચનાઓ છે. ગોહિલવાડમાં ઔદીરયાદિ બ્રાહ્મણોમાં તથા સાબરકાંઠાના મેવાડા, બ્રાહ્મણોમાં પસ ભરવાના ફુલેકાના સમયે વયસ્ક પુરુષવર્ગ મશાલના અજવાળે, દેવદર્શન કરી ચોકમાં ઊભા રહી રામાયણ-મહાભારતના લોકો ગાય છે. આવી રચનાઓ સ્પષ્ટતઃ વ્યક્તિકત સાહિત્યની પરંતુ કંઠપ્રવાહમાં અસ્તિત્વ અને સંપ્રસારણ ધરાવતી રચનાઓ છે. એમાં આરંભે સરસ્વતીગણેશવંદન હોય, પોતાના કાલાઘેલા-અર્થાત્ વિદ્વતા અને સર્જનશક્તિના દાવાથી મુક્ત રહીને-શબ્દોમાં સલોકાની રચના કરી હોવાનું કૃતિકર્તાવાચન હોય છે. ક્યાં રચનાર સ્થળ સમયનો પણ નિર્દેશ કરે છે. સલોટામાં સંક્ષેપમાં મહાકથાનો સાર હોય, કોઈએક મુખ્ય ઘટનાનું આલેખન હોય અને જાણકાર બે-પાંચનું વૃંદ એનું ગાન કરે અને જલતી રાખવા મશાલમાં તેલનું નાઈ સીંચન કરે ત્યારે હૂડો હૂડો’ એવો કોઈ શબ્દ સામુહિક રૂપમાં ઉચ્ચારવામાં આવે. મારા સંગ્રહમાં પૂ.૧૬૭ થી ૧૭૨ પર “લવકુશનો સલોકો' છે તેમાં અંતે દર્શાવ્યું છે કે ભાવનગરની પાસેના ગોપનાથ પાસેના ત્રાપજ નામના ગામમાં “સંવત અઢારસોને સમયની સાલ, માસ વૈશાખને અંધારી આઠમ દિતવારે' રચના કરી છે. અર્થાતુ સત્તરમી સદીની, મધ્યકાલીન સમયની આ રચના છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org