Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 286
________________ 278 હસુ યાજ્ઞિક SAMBODHI છે. અહીં સ્પષ્ટતઃ જૈન સ્રોતની રામકથાની જ અસર છે. એનાં મુખ્ય બે કારણો છે. એક તો કથા તરીકે એ રોચક છે અને “અત્રીસ બત્રીસ બેનડી લખી, છપ્પન કરોડ જમાઈડા લખ્યા. રામલક્ષ્મણ બે બાંધવા લખ્યા, દશમાથાનો રાવણ લખ્યો, કોસ હાંકતો કોસિયો લખ્યો, પાણી વાળતો પાણી તાણિયો લખ્યો એ ચિત્ર અને ભાષાલય તથા ઢાળ જ એવા છે જે લોકોને ગમ્યાં. બીજું કારણ પતિપત્નીના પૂર્વગ્રહ જ લોકમાનસને ગ્રાહ્ય છે. પરંતુ લોકોને રામનું સીતાત્યાગનું વલણ નિંઘ જ નહીં, પાપમય જ લાગ્યું છે. રામલખમણ બે બાંધવા, રામૈયા રામ' જુથમાં એક લાક્ષણિક ગીત (મારા સંગ્રહમાં ક્રમાંક ૯૫, પૃ.૧૪૪ થી ૧૪૯ એવું છે કે રામ-લક્ષ્મણ વનમાં ગયા અને તરસ્યા થતા સરોવરે ગયા તો જળદેવે અટકાવી કહ્યું : “નિર્દોષ સગર્ભા સ્ત્રીને વનમાં મૂકી આવવાનું મહાપાપ કરનાર જો સરોવરનું પાણી પીવે તો જળાશય સુકાઈ જાય, જળચર તરફડીને મરે ! “અંતે એક ઋષિબાળ પાણી પાય છે. પૂછતાં તે જણાવે છે કે પિતાનું નામ જાણતો નથી પરંતુ માતાનું નામ સીતા છે! આમ લવકુશનો મેળાપ થાય છે, સીતાને પાછાં અયોધ્યા આપવા વિનવે છે પરંતુ સીતા ધરતીમાં સમાય છે અને તેના વાળ દર્ભ બની જાય છે. સીતાને વિષય કરતાં “કનક કટોરમાં કેસર ઘોળ્યાં, તેમાંથી સીતા યે દાથયાં, બાર વરસના સીતા થયાં, લઈ પાટીને ભણવા ગયાં' (પૃ.૧૪૯, ગીતક્રમાંક ૯૬, લોકરામાયણ) તથા દક્ષિણ ગુજરાતના આદિવાસી સ્ત્રોતમાંથી મળતી “સીતાનો પવાડો'માં (ગીતક્રમાંક, ૧૦૧, પૃ.૧૭૩ થી ૧૭૫) પણ સંક્ષેપમાં લોકરામાયણ છે. અહીં મોટાભાગનાં ગીતોમાં સ્વયંવર પછી જ, તરત રાવણે કરેલા સીતાહરણની ઘટના છે. કૈકેયીના વચનની વાત નથી. આથી સંભવ તો એવો છે કે લોકરામાયણની પાયાની કથામાં પણ કૈકયીની વચનની વાત નથી. સ્વયંવરમાં અસફળ બનેલા રાવણે છળથી હરણ કર્યું અને રામ-લક્ષ્મણે વનજાતિઓની સહાયથી રાવણનો પરાજય કર્યો અને સીતાને મુક્ત કર્યા આટલી જ મૂળકથા છે. લોકસાહિત્યનિમિત્તે સંપાદિત થયેલી ગુજરાતી ભાષાની ગદ્યમય અને ગેય કૃતિઓના મુખ્ય સ્રોત ઉપરાંત પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો લિખિત સ્રોત પણ રામકથાના લોકપ્રચલિત રૂપને તારવવામાં સહાયક બને છે. આખ્યાનાદિ પ્રકારો તથા રાવણ-મંદોદરી-સંવાદ અને અંગદવિષ્ટિ જેવી લિખિત સ્રોતની કૃતિઓમાં મધ્યકાલીન કવિઓએ લોકપરંપરાના પણ કેટલાક અનુકૂળ અને રોચક અંગો અપનાવ્યાં છે. મૂળ સંસ્કૃત સ્રોતની કથામાં ન હોય એવી કેટલીક ઘટનાઓનું મધ્યકાલીન કવિઓએ આલેખન કર્યું છે તે સામાન્ય રીતે મનાતું આવ્યું છે તેમ તેમનું અંગત અને નવું ઉમેરણ નથી, પરંતુ એ કર્તાઓએ પણ એમના સમયમાં લોકોમાં જે પૌરાણિક કથાઓ કહેવાતી હતી, તેનો આધાર લીધો છે. ગિરધરકૃત રામાયણ આ દૃષ્ટિએ વિશેષ સામગ્રી પૂરી પાડે છે. તારણો | ગુજરાતી લોકરામાયણ વિશેની આટલી ચર્ચા-વિચારણા અંતે આટલું તારવી શકાય : ૧. ભારતના બધા જ ભાષા/બોલી ક્ષેત્રોના કંઠપ્રવાહને રામકથા છે અને એની કેટલીક ઘટનાઓ ભિન્ન છે. તેમ છતાં ગુજરાત સમેત બધી જ લોકપરંપરામાં લિખિત સ્રોતની, વાલ્મીકિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328