________________
છૂંદણાં (માનવસૌંદર્યની સાંસ્કૃતિક યાત્રા)
ભીમજી ખાચરિયા લઘુસાર
“આ સંશોધન લેખમાં છૂંદણાં વિષે ઉત્પત્તિ, અર્થ, પ્રયોગો અને અલંકાર સંદર્ભે ઉપયોગિતાથી લઈને ભારતીય પ્રજાના સૌંદર્યમૂલક સાંસ્કૃતિક પ્રવાહોને તપાસવાનો પ્રયત્ન છે. છૂંદણાં અંગેની સાંસ્કૃતિક સમજ, છૂંદણાંનું લોકવિજ્ઞાન, લોકમાન્યતાઓ, લોકકલાના સંદર્ભેની તપાસ ને છૂંદણાં સાથે જોડાયેલ લોકસાહિત્ય, સાહિત્યિક સર્જનકર્મ, આરોગ્યશાસ્ત્ર, શરીરવિજ્ઞાન, સામુદ્રિકશાસ્ત્ર વગેરે દૃષ્ટિકોણથી અંકે કરવાનો પ્રયત્ન પણ આ લેખમાં કરેલ છે. ગુજરાત કે સૌરાષ્ટ્ર પ્રાંતમાં કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલ લોકજાતિઓના અભ્યાસ દ્વારા લોકમાં રહેલ સૌંદર્યમીમાંસા, લોકભૂગોળ, લોકધર્મ અને લોકના વિવિધ છૂંદણાં વિષયક વિધિવિધાનો અને આધુનિક જગતની સૌંદર્યદષ્ટિમાં થયેલી છૂંદણાં વિષેની નવી સમજ તથા Tattooingને તપાસવાનો ઉપક્રમ પણ રાખેલ છે.”
લોકવિજ્ઞાનના આધારે કહી શકાય કે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના આ જગતમાં, પ્રાણીસૃષ્ટિ સંદર્ભે મનુષ્યજગતના અભૂત અને આશ્ચર્યપ્રેરક વિધિવિધાનો તેની સાંસ્કૃતિક ગતિવિધિઓને વિકાસને સતત પ્રગટ કરે છે. પાષાણયુગથી વર્તમાન વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ મનુષ્યનાં વર્તનો વિકાસની સાથે સાંસ્કૃતિક અભ્યાસની તક પણ ઊભી કરે છે. આદિમાનવથી આધુનિક યુગ સુધીમાં પરમાત્મા તરફથી મનુષ્યને મળેલ સુંદર શરીરની આભા, આકાર ને અવસ્થા બદલાતી રહે છે, બદલાતી આ શરીરસૃષ્ટિને મનુષ્ય હંમેશા કલાત્મક રીતે, મન, વચન ને કર્મથી સુશોભનના પ્રયત્નો કરતા રહે છે. આવા ઘણા પ્રયત્નોમાંનો એક પ્રયત્ન એટલે છૂંદણાં.
ગોરા સજણાંના-ગાલે ત્રાજવું, નમણું શોભે નાક;
છાતી પહોળીને કેડય પાતળી, ઉર આંબાની શાખ.' આ દુહામાં ગરવી ગુજરાતણ કે પ્રિયતમાના શૃંગારનું મૂળ તો જાણે કે પેલું ગાલ પરનું ત્રાજવું એટલે કે છૂંદણું જ છે. પહેલા ગાલનું ત્રાજવું પછી જ નમણું નાક. જો કે નાકને ભારતીય સમાજે શીલ ને સૌંદર્યની ગરજે ઉત્તમ ગણ્યું છેપણ અહીં તો એ ય પછી. પહેલા ગાલનું ત્રાજવું, પછી જ બીજું રૂપસૌંદર્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org