Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 284
________________ 276 હસુ યાજ્ઞિક SAMBODHI તેવું વન રોયું, પૂછ્યું તો આવળ કહે: ‘તમે બે લડધા એક સીતાને સાચવી ન શકયા? રામે શાપ દીધો આવળને “તું ચામડિયાના કુંડમાં પડજે !' ખીસકોલી મળી તેને વરદાન આપી સોનાની બનાવી. એ બોલી, સોનુ લેવા કળજુગના લોકો મારી નાખશે.” આથી રામે હાથ ફેરવ્યો તો સોનું ઊતરી ગયું ને ત્રણ આંગળીની છાપ પડી ગઈ. હાડિયાને વરદાન આપી કાળામાંથી કેસરિયો કર્યો, એણે કહ્યું : કેસર માટે કળિયુગના લોકો મારી નાખશે !' એથી હાથ ફેરવી અંગ પરનું કેસર ઉતારી પૂંઠે આંગળી લૂછી તો હાંડિયાની પૂંઠ કેસરિયા બની. ગીધને વરદાન આપ્યું: સવા યો”ર દા'ડો ચડતા સુધી જેટલા પથ્થર ગળીશ ઇ બધા હજમ થઈ જશે. આગળ હનુમાન મળ્યા. ગોતમ રૂખીના ઘરમાં ઇંદરે છિનાળુ કરેલું ને ચંદ્ર કુકડો થઈ બોલેલો એની વાત દીકરી અંજનીએ કહેલી. આથી ગોતમે એના પેટે પરાક્રમી અને રામભક્ત પુત્રરૂપે જન્મવાના આશિષ આપેલા. અંજની નાવા-ધોવા નદીએ જતાં હતાં ત્યારે બાલ હનુમાને પૂછેલું : ભૂખ લાગે ત્યારે શું ખાવું? અંજનીએ કહેલું કે લાલ ભાળે ઇ ખાજે! હનુમાન ઊગતા લાલચોળ સૂરજને ખાઈ જતાં દિવસે રાત પડી ગયેલી. સૂરજને હનુમાનના મોઢામાંથી કઢાવવા નારદના સૂચવ્યા પ્રમાણે વિષ્ણુ નારી બની નાચ્યા તોય હનુમાન ન હસ્યા સૂરજ મુક્ત ન થયો. વિષ્ણુએ કંટાળી હઠીલા હનુમાનને ચોંટિયો ભર્યો તો એ હસ્યા ને સૂરજ મુક્ત થયો. આવા હનુમાને રામ-લક્ષ્મણને પૂછ્યું: “મામા ! ક્યાંથી આવ્યા? શું કામ આવ્યા? “રામે કહ્યું : “રાવણ સીતાને હરી ગયો છે. તેની ભાળે નીકળ્યા છીએ.' ભાળનું કામ મારું કહી હનુમાને રામ-લક્ષ્મણને રોક્યા. અંજનીએ રસોઈ કરી. હનુમાન સાથે જમવા બેઠા અને રામને એમનું એઠું ખાવું ન પડે એટલે કોળિયે કોળિયે હાથ પીઠમાં પાછળ લઈ, પાતાળે પહોંચાડી ધોવા લાગ્યા. જમીને હનુમાન સીતાને શોધવા નીકળ્યા. રતનાકર પર ઊડી હનુમાન લંકાને પણ ટપી પરલંકામાં પહોંચ્યા. અંજનીની બહેન ભંજનીએ હનુમાનને રોકી લીધા અને સૂતર કાચે તાંતણે બાંધ્યા બળથી પણ સૂતરના તાંતણો ન તૂટ્યો કેમકે એ સત્યનો હતો. પછી હનુમાન વિનવણી કરી છૂટ્યા. રાવણના બાગમાં આવ્યા, રાજાના વેઢની સીતાને નિશાની આપી, ભૂખ લાગતાં વન ઉજ્જડ કર્યું, એમની રક્ષા કરવા સીતાએ હાથ ફેરવી અધું શરીર શીશાનું કરી દીધું, સૈનિકો આવ્યા અને અસ્ત્રશસ્ત્રના પ્રકારે હનુમાન વશ ન થયા ને સૂચવ્યું : મારું મોત પંછડું બાળવાથી જ થશે ! આથી ગામ આખાના ગોદડા પંછડે વીટ્યાં. તેલ સીંચી પંછડું સળગાવ્યું. હનુમાને લંકા બાળી અને આગના તાપથી બચવા સમુદ્રકાંઠે આવ્યા એમનું બિરદ ખર્યું ને માછલી ગળી જતાં બળવાન પુત્ર જન્મયો. રત્નાકરે પોતાના જળચરને બળતા અટકાવ્યા. હનુમાનને જળમાં ન પડવા વિનંતિ કરી પોતાની છાલકે પૂંછડાની આગ ઠારી. એને સાફ કરવા જતાં હનુમાનની હથેળી કાળી થઈ હથેળી સાફ કરવા માટે મોઢે ઘસી તો એમનું મોટું કાયમ માટે કાળું થયું. હનુમાન રામ-લક્ષ્મણ પાસે આવ્યા. સમાચાર આપ્યા. લંકા પહોંચવા સેતુ બનાવ્યો તો બળવાન હનુમાનપુત્ર તોડવા લાગ્યો. હનુમાન મળ્યા અને સીતાના હરણની અને મુક્તિ માટે લંકા પહોંચવાની વાત કરી. અંતે રામસેના લંકામાં પહોંચી પરંતુ કુંભકર્ણના શ્વાસ સાથે એના પેટમાં પહોંચી અને પેટ ફાડી બહાર આવી. મનોવરીને રાવણને કહેવા લાગ્યો ! મારે ચૌદ રત્નાકર સરખો સાગર, વિભીષણ સરખો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328