Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 281
________________ Vol. XXXVI, 2013 ગુજરાતી લોકરામાયણ 273 મણકા પૂર્વે અને પછીના ગુજરાતી લોકસાહિત્યનાં કથાઓ અને ગીતોના અનેક સંચયો થયાં છે, તેમાં ગદ્યમાં લોકરામાયણ પ્રગટ થયેલી જાણમાં નથી. મોટાભાગની લોકપરંપરાની રામકથાનો કેટલાક મહત્ત્વના અંશો ગુજરાતી લોકગીતોમાં જ પ્રયોજાયાં છે. આવાં ગીતોમાં મોટું પ્રમાણ સંસ્કાર સંલગ્નગીતોમાં છે તથા લગ્નમાં રામ-સીતાના લગ્નનો મહિમા છે. મનોરંજક, એટલે કે વિધિ સિવાય પણ વિવિધ નિમિત્તે ગવાતાં રામકથા વિષયક ગીતોમાં સીતા-સ્વયંવર આધારિત વિશેષગીતો ગવાય છે. મણકામાં કૃષ્ણચરિત વિષયક કુલ ૬૦૬ ગીત-રચનાઓ છે, તે સામે માત્ર ૧૨૧ ગીતો જ રામકથા આધારિત છે. આ આંકડાઓ કુલ ૧૪ મણકામાં સંગ્રહિત પાંચેક હજાર રચના અંતર્ગત છે. કઈ કથાનું કેટલું પ્રમાણ ગુજરાતી લોકગીતોનું છે, એના નિર્ધારણ માટે, એક સેમ્પલ સર્વેના નિમિત્તે મણકામાં આવેલી સામગ્રીને, બીજો કોઈ આધાર ન હોવાને કારણે, માનક રૂપમાં સ્વીકારી શકીએ. એને લક્ષમાં રાખતાં કહી શકાય કે ગુજરાતમાં કૃષ્ણકથાનું પ્રતિનિધિત્વ પ% છે, જ્યારે રામકથાનું ૨.૪૦% , કકો કે લગભગ અધું છે. રામકથાનો પ્રભાવ કે એનું પ્રતિનિધિત્વ ગુજરાતી લોકગીતમાં, કૃષ્ણકથાને મુકાબલે અધું છે એનાં મુખ્ય બે કારણો જણાય છે : એક તો રામકથાને મુકાબલે કૃષ્ણકથામાં અનેક વળાંકો, નાટ્યાત્મક અને ભાવાશ્રયી ઘટનાઓ છે. બીજું રામના મુકાબલે કૃષ્ણના અનેક રૂપો, વ્યક્તિત્વ રંગો છે. એ નટખટ નંદકિશોર છે, રસિક ને રંગદર્શી છે, કલાકાર ને યુદ્ધપ્રવીણ પણ છે. નટખટ નંદકિશોર, ગોપીજનવલ્લભ, મુરલીધર, રાધાવલ્લભ, મથુરાવાસીને દ્વારકેશ ! આ વ્યક્તિત્વ જ એવું છે જેમાં કૃષ્ણના ખભે હાથ રાખીને કોઈપણ વાત કરી શકે છે. આ પત્ય સ્નેહે કે પ્રેમી બનીને લાડ લડાવી શકાય, તું કારે બોલાવી શકાય ! શ્રીરામ આ રીતે પણ મર્યાદાપુરુષોત્તમ છે – મર્યાદા જાળવવી પડે એમની ! યુદ્ધ જેવી મોટી ઘટના રામના જીવનમાં પણ બની છે, પરંતુ યુદ્ધની ઘટના લિખિત પ્રવાહમાં આલેખાઈ પરંતુ લોકગીતમાં ક્યાંય લંકાવિજય ગવાયો નથી. મણકાના વિષયાનુસારી વર્ગીકરણને જ દષ્ટિમાં રાખતાં કુલ ૧૨૧માંથી શ્રવણ પર ૮, સીતા સ્વયંવર પર ૨૬, વનવાસ પર ૧૯, સીતાહરણ પર ૧૫ રચનાઓ છે. આ સામે રામ-રાવણ યુદ્ધને વિષય કરતી ૧૨ રચનાઓ, સીતાત્યાગ પર ૯ રચનાઓ, સમગ્ર રામચરિત પર ૧૦ રચનાઓ, શબરી પર ૩ રચનાઓ અને પ્રકીર્ણ ૧૮ રચનાઓ છે. લોકોને વિશેષ ગાવો ગમ્યો છે સીતા-સ્વયંવર, વનવાસની વેદના પણ વિશેષ સ્પર્શી છે ને સીતાત્યાગનું શ્રીરામનું વલણ લોકમાનસ નિઃશંક ઉચિત માનતું નથી. લોકોને સીતાને તજતા રામ લોકોપવાદે કે માતાના દોરવ્યા ને પતિ તરીકે કાચા કાનના અને અવિચારી લાગ્યા છે. જોકે અહીં એક વિશેષ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ઉત્તરરામાયણ પણ લોકપ્રવાહમાં પાછળથી જ પ્રવેશે છે. લોકરામાયણના પાયાના કથામાળખામાં પણ કૈકયીના વચનને કારણે રામને વનવાસ થયો એવું નિરૂપણ નથી. સ્વયંવર કરીને પાછા ફરતાં જ અસફળ બનેલો રાવણ સીતાનું હરણ કરે છે. ઉત્તર રામાયણની ઘટનાનું લોકમાનસ માતા અગ્નિના સંવાદમાં રમૂજ સાથેનો તર્ક કરે છે. રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન ચાર અયોધ્યા પાછા ફરે છે. રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન ચાર અયોધ્યા પાછા ફરે છે ત્યારે માતા અગ્નિ કહે છે: “આવો મારા ચાર મૂરખા !” રામ પૂછે છે, મને મૂરખ કેમ કહો છો? અગ્નિમાતા કહે છે સોનાનો તે કંઈ મૃગલો હોય કે મારવા દોડ્યો ? લક્ષ્મણને કહે છે, જે બીજાની ભીડ ભાંગે એવો છે એની ભીડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328