________________
કવિશ્રી સોમપ્રભાચાર્ય કૃત ‘શ્ર્વકારવાëતક઼િી'માં ચમત્કૃતિ
સુરેખા કે. પટેલ
‘વૃકૂવૈરાયતકૂિળી' કૃતિના કર્તા શ્રી સોમપ્રભાચાર્ય ગુજરાતના જૈન(શ્વેતામ્બર): કવિ હતા. સોમપ્રભાચાર્યરચિત ‘વુમારપાıપ્રતિવોધમ્’ મહાકાવ્યમાં કુમારપાળનું ચરિત્ર આપવામાં આવ્યું છે તે મુજબ સોમપ્રભાચાર્ય વિજયસિંહના શિષ્ય હતા અને મુનિચન્દ્રના પાંચમા વંશજ હતા. તેમના પિતા શ્રીપાલ, કવિ અને સિદ્વિપાલના મિત્ર હતા. આ સિદ્વિપાલ, અણહિલવાડ પાટણના દરબારમાં હેમચંદ્રાચાર્યના સાથી હતા. પાટણમાં ઇ.સ. ૧૧૯૫માં કુમારપાળ સાથેનો સંવાદ હેમચંદ્રાચાર્યના ઉપદેશને અનુલક્ષીને આપવામાં આવ્યો હતો. ફ્રેમમા ચરિત’, ‘સુમતિનાથ િત’અને ‘પત્તાન્ત' આ ત્રણ કાવ્યો તેમના નામે પ્રસિદ્ધ છે.
સોમપ્રભાચાર્ય એક શ્રેષ્ઠ કવિ હતા એવું ‘માનપાત્તપ્રતિષોધનમ્' મહાકાવ્યના એક પઘ ઉપરથી જાણવા મળે છે કે જૈન આગમમાં તેઓ ઉંચી કક્ષાના વિદ્વાન અને આચાર્ય હતા. ‘કલ્યાણના સારને જન્મ આપનારને હરી લેવા અસમર્થ મોહરૂપી વનના હાથી જેવા દેવ આજે વિજય પામો. ચારેય પુરુષાર્થોમાં ધર્મ, અર્થ અને કામના ઉદય સામે વીર, ધીર એવા સોમપ્રભાચાર્ય જૈન આગમના સિદ્ધ સૂરિ હતા.’૧તેમણે એક જ શ્લોક સો રીતે સમજાવ્યો હોવાથી તેમને ‘શતાર્થિક’ કહેવામાં આવ્યા
હતા.
સોમપ્રભાચાર્યે ‘શ્રૃવૈરાયતરઙ્ગિી' કૃતિના અંતિમ પ(૪૬)માં પોતાનો પરિચય આપી શ્રેષ્ઠ કવિ હોવાનો દાવો કર્યો છે. ‘અર્યમા’ સૂર્યનું એક નામ સોમપ્રભાચાર્ય અહીં અભિપ્રેતશ્રુતિ છે.
સોમપ્રભાચાર્યે બીજું એક ‘શતાર્થ’ કાવ્ય પણ રચેલું છે. તેની રચના ઇ.સ. ૧૧૭૭માં કરી હતી. આ કાવ્યની ટીકામાં આરંભે પાંચ શ્લોકો લખ્યા છે. જેમાં તેમણે સો અર્થ કરવાનો નિર્ધાર જાહેર કર્યો છે. આ કૃતિના આરંભે ચોવીસ તીર્થંકરોના અર્થ આપી – વચ્ચે બ્રહ્મા, નારદ, વિષ્ણુ વગેરે વૈદિક દેવતાઓનાં નામોનો ઉલ્લેખ કર્યા પછી પોતાના સમકાલીન વિદ્વાનો અને આચાર્યોના મત આપ્યા છે, જેમાં વાદિદેવસૂરિ અને હેમચન્દ્રાચાર્ય મુખ્ય છે. આ બંને જૈન ધર્મના પ્રખર આચાર્યો ગણાયા છે. આ ઉપરાંત જયસિંહદેવ, અજયદેવ અને મૂળરાજ ચાલુક્યવંશના ગુજરાતના રાજવીઓ વિશેનો ઉલ્લેખ કર્યો છે. સિદ્ધપાલ, અનિતદેવ અને વિજયસિંહ પણ એ સમયના પ્રસિદ્ધ કવિઓ છે. અંતે, પાંચ પઘોમાં પ્રશસ્તિ આપી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org