________________
Vol. XXXVI, 2013
કવિશ્રી સોમપ્રભાચાર્ય કત “શ્રકારરીતિ
'માં ચમત્કૃતિ
229
ગુજરાતના જૈન કવિ શ્રી સોમપ્રભાચાર્ય વિરચિત “શ્રાવૈરાત uિt' નામની કૃતિ ૪૬ પઘોમાં લખાયેલ છે. આ કૃતિ નીતિને લગતી હોઈ તેને નીતિકાવ્ય' કહી શકાય. આ કૃતિ સુદ્ધાંધિયા' ટીકા સહિત “કાવ્યમાલા” (નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ) ના પાંચમા ગુચ્છકમાં પ્રકાશિત થયેલી છે. આ કૃતિમાં આરંભે શ્રકાર અને પછી તેની તરફ વૈરાગ્ય જાગે તે રીતે શ્લોકની રચના કરેલી છે. કવિશ્રીએ આ કૃતિના દરેક પદ્યના પૂર્વાર્ધના શ્રુષારપરક અને ઉત્તરાર્ધમાં વૈરાગ્યપરક અર્થ નીકળે તે રીતે પડ્યોની રચના કરી હોવાથી આ કૃતિનું શીર્ષક “શ્રાવૈપાયતી ' આપવામાં આવ્યું હોય તેવું જણાય છે. આ કૃતિમાં અંતિમ બે પદ્યો (યુ)માં જણાવ્યા મુજબ આગ્રા નામના નગરમાં વસતા નંદલાલ નામના બુદ્ધિશાળી એ દાન આપનારા વિશાળ શિષ્યોના અનુરોધથી, ગુરુની કૃપાથી “શૂરવૈરાગ્યેતરદ્દિન' ઉપર “સુરવ્રુવોfથય” નામની ટીકાની રચના ૧૭૮પના સંવત્સરમાં માગશર માસમાં તેરસને શુક્રવારે કરી છે. કવિશ્રી સોમપ્રભાચાર્યની આ “શ્રાવૈરાતિફિજી' કૃતિ ખૂબ જ દુર્ગમ (સમજવી મુશ્કેલી છે. જેને સરળતાથી સમજવા માટે શ્રી નંદલાલની આ “સુરવોfધયા' નામની ટીકા ખૂબ જ ઉપકારક બને તેમ છે.
ભોગવિલાસ તરફ દોટ મૂકતા લોકોને કવિએ “ગચ્છાધિપતિ’ તરીકે વૈરાગ્ય તરફ વાળવાનો પ્રયોગ આ કૃતિની રચના દ્વારા કર્યો છે. ૪૬ પદોમાં લખાયેલા આ “શૂરવૈરાગ્યેતરપી' કાવ્યમાં કવિએ શ્રુષારપરક પદ્યોમાંથી વૈરાગ્યપરક અર્થો આપી ચમત્કૃતિ જન્માવી છે. (પદ્ય-૩, ૪, ૬ થી ૯, ૧૦, ૧૧ થી ૧૭, ૧૯, ૨૦, ૨૨, ૨૩, ૨૫ થી ૩૪, ૩૭, ૩૮) નારીનાં અંગોપાંગો અને પ્રસાધનનાં સાધનો પુરુષને આકર્ષણ જન્માવે છે. પરંતુ, આ બધું મોક્ષના માર્ગમાં અંતરાયરૂપ કેવી રીતે બને છે તે કવિએ અહીં દર્શાવ્યું છે. કવિશ્રી સોમપ્રભાચાર્ય “શૂરવૈરાગ્યેતરક્ષિ' કૃતિના પદ્ય ૧ થી ૩૦ સુધીમાં સ્ત્રીનું નખશિખ વર્ણન કર્યું છે. જેમાં પદ્ય ૧ થી ૪ સુધીમાં સુંદરીના કેશને મેઘના સહોદર, રાહુ જેવા ભયાનક અને મુક્તિરૂપી નગર તરફ પ્રસ્થાન કરવામાં વિઘ્નરૂપ સર્પો કહ્યા છે.
- કવિ, પુરુષને સુંદરીઓના કેશના મોહપાશમાં ન ફસાવાનો ઉપદેશ આપે છે. પાંચમા પદ્યમાં કવિ પુરુષના સુખનું એકમાત્ર કારણ એવું કસ્તૂરીના તિલકવાળું, આઠમના ચન્દ્ર જેવું સુંદરીના લલાટનું વર્ણન કરે છે. તો છઠ્ઠા પદ્યમાં કમળનયનાનાં ભ્રમરનું, તેમજ સાતમાં પદ્યમાં તાજાં કુવલયની માળા જેવાં શ્યામ અને બીજાના મદનો નાશ કરનારાં સુંદરીઓનાં નયન કટાક્ષથી પ્રસન્ન ન થવાનું કહે છે. પદ્ય આઠ અને નવમાં કવિ ગુસ્સાવાળા સુંદરીના મુખને જંગલ સમજીને ત્યજવા કહે છે જે રાતદિવસ યાદ કરીને પોતાને (પુરુષને) સંતાપ આપે છે. આવા સંતાપથી મનુષ્ય (પુરુષ) કાર્ય-અનાર્યનો વિવેક ભૂલી હૃદયશૂન્ય બને છે, માટે આવા સુંદર મુખને જોઈને આનંદિત ન થવાનું કહે છે. દસમા પદ્યમાં કવિ કમજવરથી આતુર બુદ્ધિશાળી પુરુષને સુંદરીના સૌંદર્યના દાસત્વ અંગે કહે છે. તો પદ્ય૧૧માં સુંદરીના સુંદર દાંતવાળા મુખને જોઈને તુરત જ આશ્રય લેતા પુરુષને મુક્તિમાર્ગને છોડીને ભ્રાન્તિથી દુર્ગમ વનમાં ન પ્રવેશવા ટકોર કરે છે. પદ્ય-૧૨માં કવિ મૃગનયનાઓના અધરરૂપી પર્વતને ખૂબ જ દૂરથી ટાળવા અંગે ચેતવે છે. પદ્ય-૧૩માં કવિ, સુંદરીઓના કાનમાં રક્તવર્ણા રત્નોના સમૂહથી ' ઝળહળતાં કિરણોવાળાં અતિ ચંચળ કુંડળોથી આસક્ત ન થવાનું કહે છે. કારણ કે કવિને મતે સુંદરીનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org