________________
Vol. XXXVI, 2013 " વૈદિક વાલ્મયમાં તત્કાલીન સમાજનું નિરૂપણ ' 225 દૂધ અથવા ઘી મેળવીને “કસ્મ' નામનો ભોજય-ખાદ્ય-પદાર્થ તૈયાર કરવાનો નિર્દેશ છે. ગાયનું દૂધ વલોવી-મંથન કરીને દહીં મેળવીને વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો તે સમયમાં બનાવવામાં આવતા ઋગ્લેદકાલીન-સંહિતા કાલીન-જીવન પૂર્ણતયાઃ શાકાહારી હતું. પરંતુ ધીમે-ધીમે બ્રાહ્મણ યુગમાં ધીરે ધીરે માંસાહારનો પ્રયોગ કેટલાક લોકો કરવા લાગ્યા હતા. સુરા-પાન ને વૈદિક યુગમાં ઉચિત ગણવામાં આવતું નહોતું.
न स स्वो दक्षो वरुण ध्रुतिः सा सुरा मन्युर्विमीदको अचित्तिः । अस्ति ज्यायान्कनीयस उपारे स्वप्नश्चनेदनृतस्य प्रयोता ॥८ – ऋग्वेद-७/८६/६
અહીં સુરા-પાન અપરાધ ભાવનાનો પ્રોત્સાહિત કરનારુ માનવામાં આવતું. ઋગ્વદ– ૩.૪૫.૪
- आ नस्तुजं रयिं भरांशं न प्रतिजानते ।
वृक्षं पक्कं फलमङ्कीव धूनुहींद्र संपारणं वसु ॥९ પ્રમાણે વૈદિક આર્યો સારી રીતે પકાવેલ ફળોનો ઉપયોગ કરતા હોવાનું જણાય છે: વસ્ત્રાભૂષણ : ૨
તત્કાલીન યુગમાં વાસમ્ અધોવસ્ત્ર અને ઉતરીય“ નામના બે વસ્ત્રો સામાન્યરૂપમાં પહેરવામાં આવતા. પશ્ચાત્ય યુગમાં અંત:વસ્ત્રનો પણ નિર્દેશ મળે છે. સામાન્ય રીતે ચામડું, ઉન તથા કપાસ વગેરેના વસ્ત્રો પહેલાં પહેરવામાં આવતા. યજ્ઞાદિના વિશેષ અવસરો અજિન તથા કુશમાંથી બનાવેલ વસ્ત્રોનો ઉપયોગ થતો. ઋગ્વદ-૫.૫૨.૯ પ્રમાણે ધનવાન લોકો રેશમી વસ્ત્રો પહેરતા એવા નિર્દેશ મળે છે. ઋગ્વદ–૧.૨૫.૧૩
- ब्रिभ्रंद्रापिं हिरण्ययं वरूणो वस्त निर्णिजम् ।
परि स्पशो नि षेदिरे ॥२० મંત્રમાં જણાવ્યાનુસાર સુવર્ણજડિત વસ્ત્રાભૂષણ પણ પહેરવેશમાં વપરાતા હશે. ઋગ્વદ-૧૦.૭૧.૪ તથા ઋગ્વદ-૧૦.૧૦૭.૯માં પણ તેનો નિર્દેશ છે.
આભૂષણોનો ઉપયોગ સ્ત્રી તથા પુરુષો તમામ કરતા હશે. ગળામાં પહેરવાના ઘરેણું સુવર્ણભુષણને “નિષ્કનો ઋગ્વદમાં ર.૩૩.૧૦માં નિર્દેશ છે. વક્ષઃ સ્થળ પર પહેરવાના ઘરેણાં રકમાનો પણ નિર્દેશ મળે છે. “ખાદિ નામના આભૂષણનો પગમાં અથવા હાથમાં-બાવડાં કે કલાઈમાં પહેરવામાં આવતું. આ ઉપરાંત કાનમાં કર્ણશોભન પહેરવામાં આવતું હશે. યજુર્વેદમાં સુવર્ણકાર સોનીનો નિર્દેશ મળે છે. ઉદ્યોગ-ધંધા અને વેપાર-વાણિજ્ય :
વૈદિક સમયમાં અનેક પ્રકારના ઉદ્યોગો અને શિલ્પ પ્રચલિત હતા. જેમાં કપડા બનાવવાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org