________________
222
અલ્પેશ ડી. વણિક
SAMBODHI શાસન કરવા આમંત્રિત કરવામાં આવે છે. અહીં શાસન કરવું એટલે પ્રેમથી ભળી જવું અને આદર પામવો એમ અર્થ થાય છે. આ જ બાબતની પુષ્ટિ કરતા ઋગ્વદ – ૧૦.૮૫.૪૩
आ न प्रजां जनयतु प्रजापतिराजरसाय समनकर्यमा ।
अदुर्मगली: पतिलोकमा विश शं नो भव द्विपदे शं चतुष्पदे ॥ માં તથા ૧૦.૮૫.૪૬ માં નિર્દેશ છે.
સ્ત્રીઓ પણ પુરુષોની જેમ બ્રહ્મચર્ય પૂર્વક વિદ્યાઉપાસના કરતી. અથર્વવેદ – ૧૧.૫.૧૮
ब्रह्मचर्येण कन्योरू युवानं विन्देत् पतिम् ।
अनऽवान ब्रह्मचर्येणाश्चो घासं जिगीर्षति ॥ માં જણાવેલ છે. વૈદિક નારીઓમાં ઘોષા, કાક્ષીવતી, લોપામુદ્રા, મમતા, અપાલા, સૂર્યા, ઇન્દ્રાણી, શમી, સાપરાશી, વિશ્વધારા વગેરે સ્ત્રીઓના નામો વિશેષ આદર સાથે લેવાતા. ઋગ્વદ – ૫.૩૦.૯
स्त्रियो हि दास आयुधानि चक्रे किं मा करन्नबला अस्य सेनाः ।
अंनह्यख्यंदुमे अस्य धेने अथोप प्रैद्युधये दस्युमिंद्रः ॥ પ્રમાણે સ્ત્રીઓ પણ જરૂર જણાયે હાથમાં શસ્ત્રો સજીને દુશ્મનોનો સામનો કરેલ છે. અર્થાત્ સ્ત્રી સૈન્યની વિભાવના અહીં સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. વૈવાહિક માન્યતા :
વૈદિક સાહિત્યના દષ્ટિપાતથી સ્પષ્ટ થાય છે કે તે સમયે બાળલગ્નની પ્રથા નહોતી. વિવાહ યોગ્ય ઉંમર બાદ જ અર્થાત્ પૂર્ણ યૌવન પ્રાપ્ત કર્યા પછી જ સ્ત્રી પુરુષનો વિવાહ સંપન્ન થતો. સગોત્ર વિવાહ નિષિદ્ધ હતા. સ્ત્રીને પતિ પસંદ કરવાનો પૂર્ણ અધિકાર હતો. ઋગ્વદ – ૯.૬૭.૧–૧૨ તથા ૧૦.૫૯.૭
पुनर्नो असुं पृथिवी ददातु पुनद्यौर्देवी पुनरन्तरिक्षं ।
पुनर्नः सोमस्तन्वं ददातु पुनः पूषा पथ्यांरु या स्वस्तिः ॥ દ્વારા આ બાબતો સિદ્ધ થયેલ દેખાય છે. વળી તે સમયે આંતરજ્ઞાતીય લગ્નની પ્રથા પણ પ્રચલિત અને માન્ય હતી. અંગિરસ ઋષિની પુત્રી શશ્વતીએ રાજા અસંગ સાથે વિવાહ કરેલો. ઋગ્વદ–૮.૧.૩૨-૩૪
य ऋजा मह्यं मामहे सह त्वचा हिरण्यया । एष विश्वान्यभ्यस्नु सौभगासंगस्य स्वनद्रथः ॥ ८/१/३२ अद्य प्रायोगिरति दासदन्यानासङ्गो अग्ने दशमिः सहस्त्रैः । अधोक्षणो दश मह्यं रूशंतो नळा इव सरसो निरतिष्ठन् ॥१९ ८/१/३३ अन्वस्य स्थूरं ददृशे पुरस्तादनस्थ ऊरूरवरंबमाणः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org