________________
અમદાવાદમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા તરફથી પુસ્તક છપાવવાનું કાર્ય પૂ. આ. શ્રી કીર્તિ સાગરજીની નિશ્રામાં હાથ ધર્યું છે. મંડળની સંમતિથી તાજેતરમાં શિષ્યોપનિષદ્ પુસ્તક પ્રગટ થયું છે, જેની નકલ મંડળના સભ્યને નિયમાનુસાર મેકલાયેલ છે. મંડળની પ્રવૃત્તિ એને વાર્ષિક અહેવાલ પ્રતિવર્ષ પ્રગટ કરવામાં આવે છે. છેલ્લા અહેવાલ સં. ૨૦૧૯ની સાલને પ્રકાશિત થઈ ગયેલ છે. વિજાપુરમાં અધ્યાત્મ ભુવનમાં સ્વ. પૂ. આ મ. શ્રી બુદ્ધિસાગરસૂરીજીના આધ્યાત્મ અને ગના પુસ્તકોને સંગ્રહ છે. ઘણા પુસ્તકની નકલ હવે જુજ રહી. છે, તે નૂતન આવૃત્તિ માગે છે. સ્ટોકમાં રહેલ અન્ય પુસ્તકનું વિતરણ જેમ બને તેમ જલદી કરવા મંડળ ઈચ્છે છે અને તે માટે યોજના ચાલુ છે.
પ્રસ્તુત મંડળ તરફથી બે પુસ્તકે સમાધિશતક તથા અધ્યાત્મસાર પ્રગટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા હતા. સમાધિશતક પુસ્તકના પ્રકાશન માટે પ. પૂ. ઉપાધ્યાય મહારાજ શ્રી કૈલાસસાગરજીની પ્રેરણાથી શ્રી માટુંગા જૈન, મૂર્તિપૂજક સંઘ તરફથી રૂા. ૧૫૦૦) ની રકમ મંડળને મળેલ છે. તે માટે શ્રી માટુંગા જૈન સંઘને આભાર માનવામાં આવે છે. અદયાત્મસાર ભાષાંતર ગ્રંથની નવી આવૃત્તિ પ્રગટ કરવાને માટે પણ તેઓશ્રીની પ્રેરણાથી જ શ્રી સાયન જૈન, મૂર્તિપૂજક સંઘ તરફથી રૂા. ૨૦૦૧ની રકમ મળેલ છે. તે ગ્રંથનું મુદ્રણકાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે અને ટુંકઃ