________________
૪૨
સમાધિશતકમ દેખે ભાખે ઔ કરે, જ્ઞાની સબહિ, અચંભ
વ્યવહારે વ્યવહારસ્. નિશ્ચમે થિરથંભ. ૨૩
વિવેચન—જેમ કોઈ અજ્ઞાનીનેë ફરકત છીપમાં રૂપાને ભ્રમ થવાથી તેને લેવા માટે પ્રયાસ કરે છે, પણ તે પ્રયાસ જેમ ખોટો છે, તેમ તને દેહમાં આત્મબુદ્ધિના બ્રમથી ફૂટ અભ્યાસ થયો છે.
પર વસ્તુને પિતાની માનવી અને તેના ગે રાગશ્રેષમાં લપટાઈ પુનઃ પુનઃ કર્મની વર્ગણાઓને ગ્રહણ કરવી, ધન, ધાન્ય, દેહાદિક પર વસ્તુ અર્થે અનેક પ્રકારના ઉદ્યોગો કરવા અને કલેશે સહન કરવા. એ સર્વ ફૂટ અભ્યાસ બહિરાત્મબુદ્ધિથી હે આત્મા ! તને થયે છે એમ તું જાણ
છીપમાં થતી રજતબુદ્ધિનો ભ્રમ મટી જતાં, જેમ મનુબેની પ્રવૃત્તિ છીપ ગ્રહણ કરવામાં થતી નથી, તેમ દેહાદિમાં થત જે આત્મભ્રમ તેને નાશ થવાથી દહાદિકમાં પૂર્વે રાગષના યોગે જેવી પ્રવૃત્તિ થતી હતી, તે હવે થતી નથી.
જેમ કેઈ અજ્ઞાની પોતાના કંઠમાં હાર છે, પણ ભ્રમ થવાથી મારો હાર કયાં એમ કહેતે ફરે છે, પણ ભ્રાંતિ દૂર થવાથી પિતાના કંઠમાં જ હાર છે, એમ તેને સત્ય ભાસે છે, એમ અજ્ઞાની જીવ પણ દેહાદિ પર વરતુમાં, આત્મબ્રાંતિ ધારણ કરી, ત્યાં આત્મતત્વને શોધે છે, પણ તે બ્રાંતિ દૂર થવાથી જ્ઞાન યંગે પોતાનામાં આત્મસ્વરૂપ ભાસે છે.