________________ 72 સમાધિશતકમ કરે છે અને અંતરાત્મા અધ્યાત્મમાં ત્યાગ ગ્રહણ કરે છે. એટલે અંતરાત્મા અંતરમાં રહેલા રાગ, દ્વેષ, કર્માદિ તેને ત્યાગે છે અને અનંત જ્ઞાન, અનંતદર્શન આદિ પિતાના ગુણોનું ઉપાદાન કરે છે અને જે કર્મ રહિત સિદ્ધાત્મા છે, તેમને બાહ્ય કે આંતરથી ત્યાગ તથા ગ્રહણ નથી, કારણ કે ત્યાગવાનું જે આત્મસ્વરૂપ તે પ્રથમથી જ ગ્રહણ કર્યું છે, તેથી તેમને ત્યાગ ગ્રહણ કંઈ નથી. આવી સ્થિતિ ત્રણ પ્રકારના આત્માની સદાકાળ વર્તે છે. , દેધક છંદ ત્યાગ ગ્રહણ બાહિર કરે, મૂઢ કુશલ અતિરંગ બાહિર અંતર સિદ્ધકું, નહિ ત્યાગ ઔ સંગ. 48 મૂઢ જીવ બાહ્યવસ્તુમાં ત્યાગ તથા ગ્રહણબુદ્ધિ ધારણ કરે છે અને અંતર ત્મા અંતરમાં કરેલા રાગદ્વેષને તથા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મને ત્યાગ કરે છે. અને આત્માના આઠ ગુણ આત્માની અંતરિદ્ધિ તેનું રહણ અંતરાત્મા કરે છે. અર્થાત્ અતરાત્મા આવિર્ભાવની અપેક્ષાએ સ્વગુણ સ્વપર્યાયનું ગ્રહણ કરે છે અને સિદ્ધાત્માને બાહ્ય અથવા અંતરથી ત્યાગ કે ગ્રહણ કશું હોતું નથી. માટે સમજવાનું કે બહિરાત્માનો ત્યાગ કરી અન્તરાત્મા થઈ પરમાત્મપદ પ્રાપ્ત કરવું કે જેનાથી શાશ્વત શાંતિ મળે. युञ्जीन मनसाऽऽत्मानं, वाकायाभ्यां वियोजयेत् / मनसा व्यवहार तु, त्यजेद्वाक्काययोजितम् // 4: /