________________
સમાધિશતકમ
૧૩૩ જાતિ કંઈ આત્મ વસ્તુ નથી. તેવી જાતિમાં અભિમાન ધારણ કરે અને નીચ જાતિવાળાની હીલના કરે, નિંદા કરે તે તે મનુષ્ય ધર્મના બદલે ઉલટાં કર્મ ગ્રહણ કરે છે. હરિકેશી જાતિને મદ કરીને ઘણું દુઃખ પામ્યા.
જે મનુષ્યને જાતિ અને લિંગના પક્ષમાં દઢ રાગ છે, એટલે જાતિ અને લિંગને જ મુક્તિનું કારણ માને છે, તે બિચારે મેહની જાળમાં ફસાએલો છે, અને તે મેક્ષ સુખ પામી શકતા નથી.
શ્રી ચિદાનંદજી મહારાજ પણ આત્મભાવના ભાવતાં
વરણ ભાંત તામેં નહિ, જાત પાંત ફુલરેખ, રાવ રંક તે તું નહિ, બાબા નહિ ભેખ. ૧ જે ઉપજે છે તું નહિ, વિણસે એ પણ નહિ, છોટા મોટા તું નહિ, સમજ દેખ દિલમાંહિ. ૨
હે આત્મા! જેટલી જાતની વરણ કહેવામાં આવે છે, તે વરણ તારામાં નથી. જે મનુષ્યની જાતિના ભેદ છે, તે તારામાં નથી. તું રાવ કે રંક નથી ઇત્યાદિ. તથા ઉપજે છે અને વિનાશ પામે છે એવા શરીરાદિ પણ તું નથી. - તું છેટો નથી, કે માટે નથી. છેટા અને મોટાપણું તે વર્ષ અને ધન સત્તાદિથી કહેવામાં આવે છે બાવન અને બાહ્ય સત્તાથી તું સદા ન્યારો છે. . • હે આત્મા ! એવી રીતે તું દિલમાં સમજી તારું સ્વરૂપ ગ્રહણ કર અને હવે માયાની ભ્રાતિને ભૂલી જા.