Book Title: Samadhishatakam
Author(s): Buddhisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 205
________________ ૧૭૨ સમાધિશતકમ છે, ત્યાં સુધી તેમાં ધર્મ પ્રવેશી શકતે નથી. જ્યાં સુધી મનમાં કપટરૂપ અગ્નિ છે, ત્યાં સુધી તેમાં ધર્મના અંકુર ઉગી નીકળતા નથી. કિયા રૂપ ચંદ્રને ગ્રાસ કરવામાં કપટ તે રાહુ સમાન છે. જ્ઞાન રૂપ પર્વતને તેડવા વા સમાન છે, કામ રૂપ અગ્નિની વૃદ્ધિ કરવામાં કપટ ઘી સમાન છે. વ્રત રૂપ લક્ષ્મીને ચર પણ દંભ જ છે. એકેક માસના ઉપવાસ કરે અને નગ્ન રહે તે પણ જ્યાં સુધી મનમાં કપટ છે, ત્યાંસુધી તપ, જપ સર્વ નિષ્ફળ જાણવું. કેશનું લુંચવું, ભૂમિ ઉપર શયન કરવું, ભિક્ષા માગવી, શીલવ્રતાદિક પાળવા સુંદર છે, કપટને ત્યાગ કરે દુષ્કર છે. જે પિતાને આત્માની વડાઈ ક, ઘણું કપટ કરે અને પારકાના દૂષણ લેકેની આગળ કહે, તે પુરુષની ધર્મ કિયા સફળ થતી નથી, માટે નિર્દભ કિયા રૂડી રીતે અંતરમાં ઉપગ રાખી કરવી. તદધેત અને અમૃતકિયા શાશ્વત સુખ ઉત્પન્ન કરનારી છે, માટે તે કિયાનું અવલંબન કરી આત્માહિત સાધવું. દોધક છંદ નિજ નિજ મતમે લરિ પરે, નયવાદી બહુરંગ, ઉદાસીનતા પરિણ, જ્ઞાનીકું સરવંગ. ૯૬ દઉ લ તિહાં એક પરં, દેખનમેં દુઃખ નહિ, ઉદાસીનતા સુખસદન, પર પ્રવૃત્તિ દુઃખ છાહિ. ૯૭

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230