Book Title: Samadhishatakam
Author(s): Buddhisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 209
________________ ૧૭૬ સમાધિશતકમ ભાવાર્થ-પદને અર્થ સુગમ છે. એવી સમતારૂપ ઇન્દ્રાણીની સાથે મુનિરૂપ ઇન્દ્ર સદાકાળ અખંડ સુખ ભગવે છે. સમતાની સાથે રમતાં ચેતન મન થાય છે. માટે છે ચેતન ! તું પણ સમતાનો સંગ કર. સમતા સદા અખંડ નવયૌવનને ચાહે છે. સમતા ચેતનથી કરી રસાતી નથી, તેમ સમતાની પ્રાપ્તિ થતાં, ચૌદ રાજલોકના જીવ પણ કદી રીસાતા નથી. સમતાના સંગે જે આનંદ ચેતનને મળે છે, તેનું વર્ણન કદાપિ કાળે થઈ શકનાર નથી. સમતા છે તે શુદ્ધ આત્મપરિણતિ છે. સમતાની પ્રાપ્તિ થતાં મુક્તિ કરતલમાં છે, એમ જાણવું. પરમાત્મપદની પ્રાપ્તિ તે જ સમતાનું કાર્ય છે. આત્મારૂપ પ્રભુ અનાદિકાળથી રીસાઈ ગયે , અને તે અસંખ્ય પ્રદેશ રમણરૂપ પિતાના ઘરમાં આવતા નથી. સમતારૂપ સ્ત્રીમાં એવી શક્તિ છે કે તે ક્ષણમાં પિતાના આત્મારૂપ સ્વામીને મનાવી, પોતાના ઘરમાં લાવે છે. જ્યાં સુધી મનમાં જ્ઞાન વૈરાગ્ય પ્રગટતું નથી. ત્યાં સુધી સમતા પ્રગટતી નથી. જ્ઞાનથી સ્વરૂપને વિવેક પ્રગટ થાય છે અને તસ્વરૂપના વિવેકથી વૈરાગ્ય પ્રગટ થાય છે, અને વૈરાગ્ય પ્રગટયાથી રાગ-દ્વેષથી નિવૃત્તિ થાય છે. ક્ષણે ક્ષણે વૈરાગ્યને ધારણ કરનાર આત્મા સ્વસ્વરૂપ પ્રતિ અંતર દષ્ટિથી જુએ છે અને ઔદયીક ભાવને જે ભોગ તેને ભગવતે પણ અંતરથી રોગ કરી જાણે છે.

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230