Book Title: Samadhishatakam
Author(s): Buddhisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 222
________________ સમાધિશતકમ ૧૮૯ થઈ જાય છે. માટે ભવ્ય જીવો! આત્મધ્યાનને બહુ ખપ કરજે. આયુષ્ય સ્થિતિને ભરોસે નથી. દુનિયામાંની કઈ વસ્તુ પરભવમાં સાથે આવનાર નથી, એમ નિશ્ચયથી માનજો. રાજા, રંક, શેઠ, ભેગી, રોગી, આદિ સર્વ શરીર છેડી પરગતિ ભજનારા થયા. આત્મા રૂપ પરમાત્માનું ભજન એટલે સેવન કરી લેવું. સારામાં સાર પરમાત્માસ્વરૂપનું ભજન જાણવું. નિશ્ચયનય હૃદયમાં ધારણ કરવો અને વ્યવહારનયથી વર્તવું. શબ્દનય, સમભિરૂઢનય તથા એવંભૂતનય, તે નિશ્ચય નયના ભેદ છે. અને નૈગમય, સંગ્રહનય, વ્યવહારનય અને જુસૂત્રનય એ ચાર નય છે, તે વ્યવહારના ભેદ છે. નિશ્ચયનય સાધ્ય એવું આત્મસ્વરૂપ જાણું વ્યવહારનયને. ત્યાગ નહિ. સિદ્ધાંતમાં કહ્યું છે કે – जइ जिणमयं पवज्जह, ता मा ववहार-निच्छ्ये मुयह । ववहारनओच्छेए तित्थुच्छे ओ. जो भणि ओ ॥ १ ॥ જે જિનમતને અંગીકાર કરે તે વ્યવહારનય અને નિશ્ચયનયને મૂકશે નહિ. વ્યવહારનયને છેદ કરતાં તીર્થને ઉચ્છેદ થાય, માટે વ્યવહારનયથી થતી ધર્મની પ્રવૃત્તિ. મૂકવી નહીં. વ્યવહારને નિષેધ કરે નહીં. - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ તીર્થની ઉન્નતી. તથા તીર્થની શોભા તથા ઉત્પત્તિ વ્યવહારનયથી છે. વ્યહારનય માતા સમાન છે. વ્યહારનયનું આલંબન જીવને.

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230