Book Title: Samadhishatakam
Author(s): Buddhisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 226
________________ સમાધિશતકમ ૧૯૩ કેઈક એમ કહે કે સાધુ, સાધ્વી હાલ કયાં છે? તે તેના વચનથી સમજવું કે તે મહામિથ્યાત્વી છે, તેવી કુશ્રદ્ધાવાળાને સંગ પણ કર નહિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસાર હાલ પણ સાધુ, સાધ્વીને માર્ગ વિદ્યમાન છે. જે અધ્યાત્મી પૂર્ણ હોય તે સાધુ, સાધ્વી શ્રાવક, શ્રાવિકારૂપ તીર્થને અવશ્ય માને છે. અને તેને તીર્થકર સમાન લેખે છે. પ્રસનચંદ્ર રાજર્ષિની જેમ વેષ પણ ધર્મનું રક્ષણ કરનાર થાય છે. જ્યારે પ્રસન્નચંદ્ર રાજષિના મનમાં દુર્બાન થયું, ત્યારે લડાઈ મનમાં ને મનમાં કરી, અને શત્રુને મારવા મુકુટ ઉપાશે, પણ મસ્તકે તે મુંડ હતા, એટલે દીક્ષાવસ્થાની યાદી આવી અને પશ્ચાત્તાપ થતા 'નિર્મલ ભાવના ભાવતાં શુકલધ્યાનની પ્રાપ્તિથી કેવલજ્ઞાન પામ્યા. તેમ અન્ય ભવ્ય જીવોને પણ વેષ ધર્મમાં સ્થિર કરે છે, માટે દ્રવ્યથી પણ મુનિપણું પામવું મહા દુર્લભ છે. મોટા પુણ્યના ઉદયથી પમાય છે. માટે સાધુ–સાદવની ભક્તિ કરવી. સારાંશ કે અધ્યાત્મજ્ઞાન પામી વ્યવહારને ઉછેદ કરે નહિ. વ્યવહાર અને નિશ્ચયનય છે, તે ચંદ્ર અને સૂર્યની માફક સદાકાળ વિજયવંતા વર્તે છે.

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230