Book Title: Samadhishatakam
Author(s): Buddhisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 223
________________ ૧૯૦ સમાધિશતકમ હિતકારી છે. જ્ઞાન વિના એકલે વ્યવહારમાર્ગ પણ હિત કારક નથી. વ્યવહારનય દૂધ સમાન છે. અને નિશ્ચયનય ધૃતસમાન છે. - શુદ્ધ વ્યવહારને આદર કરે, ધર્મની ક્રિયાઓનું અવલંબન કરવું, પ્રભુ પૂજા, ગુરૂ ભક્તિ, ગુરુ વૈયાવચ્ચ, ગુરૂમહારાજને શુદ્ધ આહાર પણ વહેરાવવાં. સકલ સંઘની ભક્તિ કરવી, જ્ઞાનનાં પુસ્તક લખાવવાં તથા છપાવવાં, ગુરુમહારાજને ઉપદેશ સાંભળો તથા જે જે પુસ્તક વાંચવાં તેમાં ગુરુ ગમ લે, નાસ્તિકના સંઘમાં ઘણું આવવું નહિ. શ્રાવકના બાર વ્રત તથા સર્વવિરતિરૂપ ભાગવતી દીક્ષા અંગીકાર કરવી,ગુરુમહારાજને ત્રિકાલ ત્રણ ખમાસમણ તથા અભુઠ્ઠિઓ અભિંતરના પાઠ સહિત વંદન કરવું. ગુરુને દેવ સમાન ધારવા ઈત્યાદી સર્વ વ્યવહારની કરણીનું અવલંબન ભવ્ય જીવેએ કરવું, સર્વ કરતાં મુનિપણું અંગીકાર કરવું. એ મોટામાં મોટે મોક્ષમાર્ગ છે. અનેક પ્રકારે પાપની ઉપાધિનો વ્યવહાર છે, તે દીક્ષા અંગીકાર કરવાથી દૂર થાય છે. દીક્ષા ગ્રહણ કરી અનેક જીવે સંસાર સમુદ્ર તરી ગયા, અને તરી જશે. કયાં સૂર્ય ? અને ક્યાં ખદ્યોત? કયાં મેરૂપર્વત? અને ક્યાં સરસવને દાણ?

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230