Book Title: Samadhishatakam
Author(s): Buddhisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 207
________________ ૧૭૪ સમાધિશતકમ સમતાફળ રસના આસ્વાદનથી તું અનંતસુખ પામીશ. માટે હે ભવ્ય ! પિતાના સ્વભાવમાં રમી, પૂરને જોવામાં પડીશ નહિ. ઉદાસીનતા જ જ્ઞાનનું ફળ છે, અને પરમાં પ્રવૃત્તિ કરવી, તે જ મોહ છે. ઉદિત વિવેકપ્રહ જેને છે એવા ભવ્ય બેમાંથી સારૂં જાણે તે આદરે. દોધિક શતકે ઉધરવું, તન્ન સમાધિ વિચાર, ઘરે એહ બુધ કંઠમે, ભાવ રતનકે હાર. ૧૦૦ જ્ઞાન વિમલ ચારિત્ર, પવિ, નંદન સહજ સમાધ, મુનિ સુરપતિ સમતા શચી, રંગે રમે અગાધ. ૧૦૧ કવિ જશવિએ રચ્ય, દેધિક શતક પ્રમાણ, એહભાવ જે મન ધરે, સૌ પાવે કલ્યાણ. ૧૦૨ વિવેચન-સમાધિશાસ્ત્રને ઉદ્ધાર દોષિક છંદથી ઉર્યો છે. ભાવરત્નોને આ હાર પંડિત પુરુષો કંઠમાં ધારણ કરો. ભાવરત્ન આત્માના ગુણ જાણવા. આ પ્રમાણે જ્ઞાનવંત મુનિ અધ્યાત્મભાવમાં રમતા ઈસમાન સુખ ભેગવે છે. અહિં ઈન્દ્રની તુલ્યતા દર્શાવે છે. જ્ઞાન રૂ૫ વિમાનમાં મુનિરાજ બેસે છે. ઈન્દ્રના હાથમાં જેમ જ રહે છે, તેમ મુનિરાજ રૂપ ઈન્દ્રના હાથમાં ચારિત્ર રૂપ વા છે. ઈન્દ્ર જેમ વજથી પર્વતને છેદી નાખે છે, તેમ મુનિરૂપ ઈન્દ્ર ચારિત્રરૂપ વજથી કર્મરૂપ આઠ પર્વતને છેદે છે. ઈન્દ્રને જેમ નંદનવન રમવા માટે છે, તેમ ઈન્ડસમાન મુનિરાજ પણ સહજ સમાધિરૂપ નંદનવનમાં આનંદ કરે છે.

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230