________________
૧૭૧
સમાધિશતકમ્
સિદ્ધિપદ પ્રાપ્તિનાં વિશેષણ આમાં બહુ છે. સામર્થ્યયોગથી સર્વજ્ઞ પદ પ્રાપ્તિ, સિદ્ધિપદ સૌખ્યપ્રાપ્તિ સકલપ્રવચન પરિજ્ઞાપ્રાપ્તિ થાય છે, ઈત્યાદિ સર્વને સાક્ષાત્ લાભકારી, એ ત્રીજે યોગ જાણ.
આ ત્રણ વેગને વિચાર “યોગદષ્ટિ સમુચ્ચય” ગ્રંથથી વિશેષ પ્રકારે જાણવો. દોધક છંદ
રહે યથાબલ ગમે, ગહે સકલ નય સાર, ભાવ જૈનતા સો લડે, ચાહે ન મિથ્યાચાર. ૯૪ મારગ અનુસારી ક્રિયા, છેદે સો મતિહીન, કપટરક્રિયા બલ જગ ઠગે, ભી ભવજલ મીન ૯૫.
વિવેચન-યથાશક્તિ યોગબલમાં રહી, જે સકલ નયને સારા ગ્રહણ કરે છે, તે મિથ્યાચારને ઈચ્છતું નથી, અને તે જ ભાવજૈનતા પામે છે.
નામ જૈન, સ્થાપના જૈન, દ્રવ્ય જૈન અને ભાવ જૈન તેમાં ભાવ જૈનતા સુખસ્થાન રૂપ છે, પૂર્વોક્ત. લક્ષણલક્ષિત જીવ પામે છે.
મોક્ષમાર્ગને અનુસરી, અર્થાત્ મોક્ષમાર્ગમાં સ્થિતિ કરાવનારી કિયાનો જે છેદ કરે છે તે જીવ મતિહીન જાણવો. તેમ જ કપટથી ક્રિયાના બેલે જગને ઠગે તે પણ સંસાર સમુદ્રમાં મત્સ્યની પેઠે પરિભ્રમણ કરે છે. એ કપટથી જે જે ક્રિયા કરવામાં આવે છે, તે નિષ્કલ જાય છે. જ્યાં સુધી મનમાં કપટરૂપ કાળે નાગ બેઠેલે.