________________
સમાધિશતકમાં પ્રવર્તતુ મન તેજ સંસાર છે. એવી બુધિ જ્યાં સુધી છે, ત્યાં સુધી સંસારમાં પરિબ્રણ કરવું પડે છે.
स्वबुद्धया यावद गृह्णीयात् , कायावाकचेतसां त्रयम्
संसारस्तावदेतेषां, मेदाभ्यासे तु निवृति: ॥६२॥ દોધક છંદ
જબલી પ્રાની નિજમતે, ગ્રહે વચન મન કાય; તબલો છે સંસારથિર, ભેદ જ્ઞાન મિટ જાય. પ૬
અર્થ-જ્યાં સુધી પ્રાણી, મન વાણી અને કાયા એ ત્રણને આત્મબુધ્ધિથી ધારણ કરે છે. ત્યાં સુધી સંસાર સ્થિર જાણવે. અને ત્રણથી આત્મા ભિન્ન છે, એવું ભેદ જ્ઞાન થતાં સંસાર મટી જાય છે. અને મોક્ષ થાય છે. - વિવેચન—સ્વબુદ્ધિથી એટલે આત્મબુદ્ધિથી મન, વચન,
અને કાયાને ગ્રહણ કરે છે, ત્યાં સુધી સંસારમાં પરિભ્રમણ કરવાનું સદા વણવું.
અનેક પ્રકારની ભાષાઓ ભણો, અનેક પ્રકારની શિલ્પ કળાઓ શીખે, અનેક પ્રકારનની રસાયન વિદ્યાઓ શીખે, અનેક પ્રકારના હુન્નર શીખો, અનેક પ્રકારની ક્તિા શીખો, ન્યાયનો અભ્યાસ કરે, વ્યાકરણને અભ્યાસ કરે, પણ જ્યાં સુધી શરીર આદિ પરવસ્તુમાં આત્મા છે, એમ વાસના છે, ત્યાં સુધી મેષ થવાને નથી કારણ કે આત્મજ્ઞાન વિના બાકીનું જ્ઞાન તે જ્ઞાન છે.