________________
૧૧૮
સમાધિશતકમ જે ભવ્ય આત્માના સન્મુખ થઈને, કંચનને માટીના ઢેફા સમાન લેખે છે, અને રાજગાદીને તુચ્છપદ સરખી જાણે છે, સ્નેહને કેદ સમાન લેખે છે, મેટાઈને દુઃખનું ઘર જાણે છે, સિદ્ધિ વિગેરે ઐશ્વર્યને અશાતા સમાન લેખે છે, ઔદારિકાદિ કાયાને કીડાથી ભરપૂર કાદવ સમાન લેખે છે, ગૃહસ્થાવાસને કારાગૃહસમાન અંતઃકરણથી લેખે છે, કીર્તિની ઈચ્છાને બંધન સમાન લેખે છે, તે આત્માથી મહાપુરૂષ આત્માભિમુખી થઈ પરમપદ પ્રકટ કરે છે.
હમિશુવિહાલુપુન્નારામામ: ' ! मित्रादिभिर्वियोगं च, बिभेति मरणाद् भृशम् ॥७६॥
અર્થ–દેહાદિકમાં હક આત્મબુદ્ધિવાળે મરણ પાસે જોઈ, તથા મિત્રાદિને વિગ પાસે જઈ, મરણથી બહુ ભય પામે છે.
વિવેચન—દેહાદિમાં ઢ થયેલી આત્મબુદ્ધિ વાળા બહિરાત્મા પ્રાણવિયેાગ રૂપ મરણ, તથા સગા-સંબંધી, મિત્ર, પુત્ર, સ્ત્રી આદિને વિયોગ, એ બે વાત પાસે જોતાં મરણથી બહુ ડરે છે.
અનેક પ્રકારની ચિંતા કરે છે. મેહમાયામાં મુંઝાય છે, અને બહુ ભય પામે છે, અને તેને પરભવમાં પણ દુઃખ ભોગવવા પડે છે. હવે જેને આત્મામાં જ આત્મબુદ્ધિ છે તે મરણ સમીપે આવતાં શું કરે છે તે કહે છે.
आत्मन्येवाऽऽत्मधीरन्यां, शरीरगतिमात्मनः । मन्यते निभयं त्यक्त्वा, वस्त्र वस्त्रान्तरग्रहम् ।।७७॥