________________
૪૫
સમાધિશતકમ
मामपश्यन्नयं लोको, न मे शत्रन च प्रियः । मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ॥२६॥
અર્થ–મને નહીં દેખતો એ આ લેક મારે શ નથી કે મારો મિત્ર નથી અને મને દેખતે આ લોક મારે શત્રુ નથી કે મારા મિત્ર નથી.
આત્મસ્વરૂપ પ્રતિપન્ન-પ્રાપ્ત થયે છતે, અથવા અપ્રતિપન્ન –અપ્રાપ્ત થયે છતે, આ લોક મારા ઉપર શત્રુ-મિત્રભાવને અંગીકાર કરે નહિ; તેમાં આત્મસ્વરૂપ, અપ્રતિપન્ન છતાં મને નહીં દેખતે એ લેક મારે શત્રુ કે મિત્ર નથી.
અપ્રતિપન્ન છતાં વસ્તસ્વરૂપમાં રાગાદિકની ઉત્પત્તિ માનતા અતિપ્રસંગ આવે, તેમ આત્મસ્વરૂપ પ્રતિપન્ન–અંગીકાર કર્યા છતાં પણ લેક મારો શત્રુ કે મિત્ર નથી, કારણ કે આત્મસ્વરૂપની પ્રતીતિ થયે છતે રાગાદિકનો વિશેષ કરી ક્ષય થવાથી શી રીતે શત્રુ મિત્રભાવ મારે હેય ?
હવે અંતરાત્મા બહિરાત્માને ત્યાગ કરે. પશ્ચાત પરમાત્મ પ્રાપ્તિને શો ઉપાય ? તે બતાવે છે.
त्यक्त्वौव बहिरात्मानमन्तरात्मव्यवस्थितः । भावयेत्परमात्मानं, सर्वसंकल्पवर्जितम् ॥२७॥
અર્થ આ પ્રમાણે બહિરાત્માને તજીને રાત્મામાં વ્યવસ્થિત થએલાએ સર્વ સંકલ્પ વજિત પરમાત્માની પૂર્વોક્ત પ્રકારે ભાવના કરવી.