________________
—
સમાધશતકમ - વિવેચન––આત્મા અને દેહના અંતર એટલે ભેદનું જ્ઞાન થવાથી, અક્ષય આનંદ થાય છે, તેનાથી તૃપ્ત એટલે અત્યંત સુખી મુનિરાજ બાર પ્રકારના તપથી ઘેર દુષ્કૃત જોગવતાં છતાં પણ ખેદ પામતા નથી.
रागद्वेषादिकल्लोलैरलोलं यन्मनोजलम् । __ स पश्यत्यात्मनस्तत्त्वं, तत्तत्वं नेतरो जनः ।।३५।।
અર્થ -રાગદ્વેષાદિ કલેલથી, જેનું મનરૂપ જલ અલોલ છે, સ્થિર છે, તે આમતત્ત્વ દેખે છે. તેથી અન્ય અસ્થિર આત્મતત્વ દેખી શકતો નથી.
વિવેચન--જેનું આત્મરૂપ સરોવરમાં મન રૂપ જલ તે રાગદ્વેષરૂપ કલ્લોલથી એટલે જેનું મન કલુષતા ચંચલતાને ધારણ કરતું નથી. ચંચલતાને નાશ થવાથી મન સ્થિર થાય છે. રાગદ્વેષાદિને નાશ થવાથી મન શુદ્ધ થાય છે એવી રીતે જેનું મન શુદ્ધ, સ્થિર હોય તે જ આત્મતત્ત્વને અનુભવથી દેખે છે. અન્ય કેઈ તે દેખી શકતા નથી.
अविक्षिप्त मनस्तत्व, विक्षिप्त भ्रांतिरात्मनः । धारयेत्तबिक्षिप्त, विक्षिप्तं नाश्रयेत्तत: ॥३६।।
અર્થ––અવિક્ષિપ્ત મન આત્મતત્વનું રૂપ છે અને વિક્ષિપ્ત મન આત્મસ્વરૂપ નથી, માટે મનને અવિક્ષિપ્ત જ રાખવું. વિક્ષિપ્તને આશ્રય કરે નહિ.
વિવેચન-~રાગદ્વેષ, ઇચ્છા, અદેખાઈ, વૈર, નિંદા, કલેશ, કુસંપથી નહિ પરિણમેલું મન અર્થાત્ દેહ અને આત્માના ભેદથી વિવેકવાળું અને આત્મામાં રમણ કરનારૂં