________________
૫૮
સમાધિશતકમ્ વિવેચન–અપમાન એટલે પિતાના મહત્ત્વનું ખંડનઅવજ્ઞા એટલે તિરસ્કાર, નિંદા, કલંક, ઈર્ષા, માત્સર્ય, રાગ, દ્વેષ, આદિ દોષથી જેના ચિત્તને વિક્ષેપ થાય છે, તેને દે નડે છે. વિક્ષેપવાળા ચિત્તમાં પૂર્વોકત દેને પ્રાદુર્ભાવ થાય છે, અને જેના ચિત્તમાં તે વિક્ષેપ થતો નથી. તેને તેમાંનું કંઈ નથી, દેયુક્ત ચિત્ત જ સંસાર છે. કહ્યું છે કે
चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् । तथैव तैर्विनिर्मुक्तं, भवांत इति कथ्यते ॥१।।
અર્થ–સુગમ છે. મનમાંથી દોષ દૂર કરી, મન નિર્મલ કરવું સ્વસ્વરૂપમાં લય પામેલું મન પરમાત્મા તત્વને પ્રકાશ કરે છે, માટે ભવ્યજીએ સર્વ વિષયોમાંથી મનને ખેંચી લઈ એક આત્મામાં સ્થિર કરવું.
वदा मोहात् प्रजायेते, रागद्वेषौ तपस्विनः । तदैव भावयेत्वस्थमात्मानं शाम्यतः क्षणात् ।।३९।।
અર્થ—જ્યારે તપસ્વીને મેહથી રાગદ્વેષ ઉત્પન થાય ત્યારે સ્થિર એવા આત્માને ભાવ, તેથી ક્ષણમાત્રમાં રાગ ષ ઉપશમે છે.
વિવેચનમેહનીય કર્મોદયથી, જ્યારે તપસ્વીને આત્મામાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે બાહ્ય વિષયથી વ્યાવૃત્ત કરેલા આત્માના સ્વરૂપની ભાવના કરવી, જેથી. ક્ષણવારમાં જ રાગ દ્વેષાદિની નિવૃત્તિ થઈ જાય છે.