________________
સમાધિશતકમ્ ભાવના કરવી. તે જ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્મા હું છું. એવી દઢ વાસના પરમાત્મપદની પ્રાપ્તિ માટે છે.
ઇલિકા અને ભમરીના છાત અહિં રાગદ્વેષ રહિત. એવી જિનમતિ જિનપદની પ્રાપ્તિ માટે છે. અર્થાત્ જિનના. ધ્યાનથી આત્મા સ્વયં જિન બની જાય છે.
मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद् भयास्पदम् । . यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ।।२९।।
અર્થ–-મૂહાત્માને જે જડ ઉપર વિશ્વાસ છે તે કરતાં. વધારે ભયસ્થાન અન્ય કઈ નથી અને જેનાથી તે ભય પામે. છે, તેના કરતાં બીજું નિર્ભય સ્થાન આત્માને કઈ નથી.
મૂહાત્મા એટલે બહિરાભા, જ્યાં શરીર, પુત્ર, ધન, ધાન્ય, ઘરબાર, હાટ, વખાર, દુકાન વિગેરેમાં વિશ્વાસ કરે છે. એ વસ્તુઓ મારી છે, હું એ વસ્તુઓથી ભિન્ન. નથી, એમ અભેદ બુદ્ધિ અશુદ્ધ પરિણામથી ધારણ કરે છે, તેનાથી કેઈ અન્ય ભયસ્થાન નથી. એટલે તે જ વસ્તુ તેને ભયનું કારણ છે.
અને જે પરમાત્મા સ્વરૂપ તેમાં રમણતા, તેની ભાસતા, તેમાં તન્મયતી, તેની એકાગ્રતા, તેમાં લયલીનતા તે થકી ભય પામેલે છે પણ તેનાથી બીજું કઈ અભયસ્થાન નથી. અર્થાત્ અજ્ઞાની જીવ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરતાં ભય પામે છે, પણ ખરેખર નિશ્ચયથી જોતાં આત્માનું ધ્યાન, આત્માનું જ્ઞાન, આત્મામાં રમણતા અને આત્મામાં રિથરતા કરવાથી અનંત સુખની પ્રાપ્તિ થાય છે, અને તે. જ અભયસ્થાન છે.