________________
સમાધિશતકમ
૫૩ શુદ્ધ ભાવના ભાવવી તે પરમાત્મ માર્ગની દીવી છે.
જેમ કોઈ અંધકારમય સ્થાનમાં થઈ અન્ય સ્થાને જવું હોય તે દીવાની જરૂર છે, તેના વિના જઈ શકાય નહિ, તેમ અત્રે પણ પૂર્વોક્ત પ્રકારની શુદ્ધ ભાવના વિના મોક્ષમાર્ગમાં ગમન કરી શકાય નહિ. માટે શુદ્ધ ભાવના, અંતરાત્માની પરમાત્મ સ્થિતિ પ્રગટાવવામાં દવીના સમાન પ્રકાશ કરી આપે છે. અથવા પરમાત્માપદના માર્ગમાં દીવી સમાન છે એમ અર્થ ગ્રહણ કરે. દેધક છંદ
કિયા કષ્ટ ભા નહુ લહે, ભેદ જ્ઞાન સુખવંત; યા વિન બહુ વિધિ તપ કરે. તો ભી નહિ ભવ અંત. ૩ર
શરીરથી ભિન્ન આત્મા છે, એમ નિશ્ચય કર્યા વિના અનેક પ્રકારની ક્રિયાનાં કષ્ટ સહન કરે અને અનેક પ્રકારનાં તપ કરે, તે પણ ભવને અંતમ થતો નથી.
શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે-- પર પરિણતિ પિતાની માને, કિયા ગ ઘહેલે; બંધ મોક્ષ કારણ ન પીછાણે, તે મૂરખમેં પહેલે. ૩૩
જે જીવ પર પર પરિણતિ પિતાની માને છે, એટલે સાગઢષમાં મુંઝાયો છે, તે આત્મા ને પુદ્ગલને ભેદ જાણતો નથી. અને સાંસારીક પદાર્થ પિતાનો છે એમ જાણે છે અને ક્રિયાના ગવે એટલે અકારે જે ગાંડો અન્યો છે, પણ બંધ શાથી થાય છે અને મોક્ષ શાથી થાય