________________
૪૦
સમાધિશતકમ
~
~
અર્થ–સ્થાણુમાંથી પુરુષ ગ્રહ નિવૃત્ત થતાં સ્થાણું પ્રતિ જેવી ચેષ્ટા થાય છે, તે જ પ્રકારની દેહમાંથી આત્મબુદ્ધિ ભ્રમ નિવૃત્ત થતાં દેહાદિ પ્રતિ મારી ચેષ્ટા થઈ છે.
સ્થાણુને પુરુષ માનીને તેના પ્રતિ જે ચેષ્ટા થતી હતી, તે જ્યારે સ્થાણુ તે પુરુષ છે એવી ભ્રાંતિ મટી ગઈ, ત્યારે જેમ સ્થાણુને સ્થાણુરૂપે જાણવા પ્રવૃત્તિ થઈ, અર્થાત્ પુરુષગ્રહથી ઉત્પન્ન થએલી ઉપકાર તથા અપકારરૂપ પ્રવૃત્તિ અટકી; તે જ પ્રમાણે દેહમાં થતો આત્મબુદ્ધિનો ભ્રમ નષ્ટ થવાથી તેવી જ ચેષ્ટાવાળો થયો છું. ,
આત્મામાં પુરુષલિંગ આદિ કે જેની સંખ્યા નથી, તેનું સ્પષ્ટ કથન કરે છે. ___ येनात्मनानुभूये ऽहमात्मनैवात्मनाऽऽत्मनि ।
सोऽहं न तन्न सा नासौ, नैको न द्वौ न वा बहुः ।।२३।।
અર્થ –જે આત્મા વડે જ આત્મસ્વરૂપમાં અનુભવાઉ છું. તે જ હું આત્મા છું. નાન્યતર નથી, નારી નથી, નર નથી, એક નથી, બે નથી અને ઘણામાં પણ હું નથી.
વિવેચન–જે રૌતન્ય સ્વરૂપથી આત્મામાં સ્વસંવેદન સ્વભાવ વડે અનુભવાઉ છું, તે જ હું આત્મા છું.
હું નપુંસક, સ્ત્રી કે પુરુષરૂપે નથી તેમ જ એક, બે કે બહુ રૂપે પણ હું નથી.
નપુસકાદિ ધર્મ તે કર્મ જનિત છે અને હું આત્મા તે સ્વભાવે શુદ્ધ કર્મ રહિત નિર્મલ છું તે તે નપુંસકાદિરૂપે હું કેમ માનું? અર્થાત્ અન્યમાં બુદ્ધિ કેમ ધારણ કરું?