________________
૩૮
સમાધિશતક સમકિતી જીવ રાગદ્વેષથી પરવસ્તુમાં રાચતે માતે નથી, તે અત્તરથી ન્યારે વર્તે છે.
જળમાં ઉત્પન્ન થયેલ કમલ જળથી નિર્લેપ રહે છે, તેમ ભવ્ય જીવ સમકિતની પ્રાપ્તિ થતાં સંસારમાં પરવસ્તુના સંબંધથી ત્યારે વર્તે છે. જ્ઞાન ધ્યાનથી પિતાના આત્માને પિષે છે. સર્વ સાંસારિક પદાર્થોની મમતા ત્યાગે છે. પુદ્ગલ વસ્તુમાં થતી ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિને ત્યાગ કરે છે એવા સ્વસંવેદ્યજ્ઞાની આત્માં જાણ.
उत्पन्नपुरुषभ्रान्ते:, स्थाणौ यद्वद्विचेष्टितम् । तद्वन्मे चेष्टितं पूर्व, देहादिष्वात्मविभ्रमात् ॥२१॥
અર્થ—જેને લાકડાના થાંભલામાં પુરુષની બ્રાતિ ઉત્પન્ન થઈ છે, તે જેવી ચેષ્ટા કરે તેવી જ રીતે દેહાદિકમાં આત્મ વિભ્રમ થવાથી પૂર્વે મારું ચેષ્ટિત હતું.
વિવેચન–આત્માનું સ્વરૂપ જાણ્યા પૂર્વે મારું કેવું ચેષ્ટિત હતું, તે કહે છે. જેને એક થાંભલે જતાં આ પુરુષ ! છે એવી ભ્રાન્તિ થઈ છે, તે પુરુષ થાંભલા પ્રતિ જેવી ચેષ્ટા કરે છે, તેવી જ મારી પણ ચેષ્ટા હતી.
કેના પ્રતિ હતી? તે કહે છે કે દેહાદિક પ્રતિ, દેહાદિકમાં આત્માનો ભ્રમ થવાથી મારી એવી ચેષ્ટા હતી.
હવે આત્મજ્ઞાન થયા બાદ હું એવી ચેષ્ટા કેમ કરૂં ? જેમ નાનું બાળક લાકડાની પૂતળીને પિતાની સ્ત્રી માને છે, અને તેના પ્રતિ અનેક પ્રકારના હાવભાવ કરે છે તેને પિતાની માને છે અને પ્રેમ લાવે છે. પૂતળી પડી જાય છે તે રૂવે છે અને મારી વહુ વિગેરે શબ્દોથી બોલાવે છે.