________________
સમાધિશતકમ્ श्लोक आत्माऽशानभवं दुःखमात्मशानेन हन्यते । अभ्यस्यस्तत्तथा तेन, येनात्मा चिन्मयो भवेत् ॥ १॥ વળી અન્ય મતોમાં પણ કહ્યું છે કે જ્ઞાનાઃિ સર્વનિ; મર્મસાત કુકિતે જુન ! જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મને બાળી ભસ્મીભૂત કરે છે.
વળી યશોવિજયજી ઉપાધ્યાય દ્રવ્યગુણ પર્યાના રાસમાં કહે છે કે –
બાહ્યક્રિયા છે બાહિરગ, અંતરક્રિયા દ્રવ્ય અનુગ, બાહ્યહીન પણ જ્ઞાનવિશાલ, ભલે કહ્યો મુનિ ઉપદેશમાળ. ૧ વળી પ્રવચન સારદ્વારમાં કહ્યું છે કે –
गाथा जो जाणइ अरिहते, द्रव्वगुणपज्जवंतेहिं । सो जाणइ अप्पाणं मोहो खलु जाहि तस्स लयं ॥१॥
જે ભવ્ય દ્રવ્ય ગુણ અને પર્યાયથી અરિહંતને જાણે છે, તે પિતાના આત્માને જાણે છે અને તેનાથી મેહને -નાશ થાય છે, માટે જ્ઞાન વિના માત્ર વ્યવહાર ચારિત્રથી મુક્તિની પ્રાપિત થતી નથી માટે આત્મજ્ઞાનને ખપ કરવો.
આત્મજ્ઞાનીનું લક્ષણ કહે છે. જે સત્ય એવા ધર્મ ધ્યાન અને શુકલધ્યાનમાં રાચે અને તેમાં માચી રહે (મગ્નતા ધારણ કરે) અને પંચેદ્રિયના વિષયોની યાચના કરે નહિ, ફક્ત મોક્ષમાર્ગમાં માચી રહે અને તેમાં જ લચલીનતાથી નાચી રહે, તે જ આત્મજ્ઞાની જાણ.