________________
૧૮
સમાધિશતકમ અવ્યય એટલે પિતાના સ્વરૂપથી નાશ નહિ થનાર એવા છે. પરમેષ્ઠી એટલે ઈદ્રાદિથી વંઘસ્થાને બિરાજનાર છે. ઈશ્વર એટલે પરમેશ્વર્યને જે ધારણ કરે છે તે પરમાત્મા એટલે સંસારી જીથી જેને ઉત્કૃષ્ટ આત્મા છે. જિન એટલે રાગદ્વેષને જિતનાર ઈત્યાદિ અનેક નામ ધારક પરમાત્મા છે.
દોધક છંદ
ચિત્તદોષ આતમભરમ, અંતર આતમ ખેલ; અતિનિર્મલ પરમાતમા, નહિ કર્મ કે ભેલ. ૮
ચિત્ત તેમ જ રાગાદિકમાંથી આત્મભ્રમ જેને નાશ થયા છે, તે અંતરાત્મા જાણ. શરીરથી ભિન્ન આત્મા અસંખ્ય પ્રદેશી, અરૂપી, અનામી, અનંતધમી, જાણી તું તેમાં રમણતા કર.
આત્મા તે જ તું છે. આ દેખાતું શરીર તું નથી અને તે તારું નથી. તું એનાથી ભિન્ન ચેતના લક્ષણવાળો છે, આમ જેની બુદ્ધિ થઈ છે તે ભેદજ્ઞાન જાણવો.
જેમ હંસ દૂધ અને પાણી ભેગાં મળી ગયાં હોય છે. તેને પિતાની ચાંચથી જુદાં કરે છે, તેમ દૂધ અને પાણીની પેઠે મળી ગયેલ પુદ્ગલ અને આત્માને ભેદજ્ઞાની ભિન્ન પાડે છે અને પિતાના સ્વરૂપમાં આનંદ માનતે ત્યાં ખેલે છે.