________________
સમાધિશતકમ
પરમાત્મા તે અતિ નિર્મલ છે. તેમનામાં કર્મ મેલ નથી. તેમાં ગુણસ્થાનકે રહ્યા છે અને જેમણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતીયા કર્મ ક્ષય કર્યા છે, એ પણ પરમાત્મા કહેવાય છે. તેમ જ અષ્ટકર્મને ક્ષય કરી સિદ્ધિસ્થાનમાં પહોંચ્યા છે તે પરમાત્મા કહેવાય છે.
સમભિરૂઢ નયની અપેક્ષાએ ત્રદશમ (તેરમા) ગુણસ્થાનકવતી પરમાત્મા કહેવાય છે અને એવભૂતનયની અપેક્ષાએ સિદ્ધિ સૌધમાં પ્રાપ્ત થયા, તે પરમાત્મા કહેવાય છે.
શ્રી આનંદઘનજી મહારાજ પણ સુમતિનાથ ભગવાન સ્તવનમાં કહે છે – જ્ઞાનાનંદે હો પૂરણપાવન, વરજિત સકલ ઉપાધ સુજ્ઞાની, અતીન્દ્રિયગુણગણમણિઆગરૂ, ઈમ પરમાતમ સાધુ સુજ્ઞાની.
સુમતિ૪ બહિરામ તજ અંતરઆતમા, રૂ૫ થઈ થિરભાવ સુજ્ઞાની પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ સુજ્ઞાની.
સુમતિ૫ ઇત્યાદિ પરમાત્મ સ્વરૂપ હૃદયમાં ભાવવું. बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञानपराङ्मुखः । स्फुरित: स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥७॥
ભાવાર્થ...ઈન્દ્રિય દ્વારથી બાહ્ય એવા પરાર્થના ગ્રહણ પ્રતિ કુરણ પામવાથી જે બહિરાત્મા આત્મજ્ઞાન