________________
૨૪
સમાધિશતકમ વિવેચન–તે વિભ્રમ થકી બહિરાત્મામાં આત્મા બ્રાન્તિ રૂપ વાસના દઢ થાય છે. અને તે અવિવા થકી અજ્ઞાની જીવ જન્માક્તરમાં પોતાના શરીરને જ આત્મરૂપ સ્વીકારે છે.
સંસ્કારનું એવું સામર્થ્ય છે કે પરભવમાં પણ તેવા જ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જેમ આજના દિવસના કરેલા કાર્યના સંસ્કારો બીજા દિવસે રાત્રિનું અત્તર છતાં પણ તેવા જ રૂપે ભાસે છે, તે જ રીતે આ ભવના સંસ્કાર જેવી બુદ્ધિમાં દઢ થયેલા હોય છે, તેના પ્રકારના પરભવમાં જન્મ થતાં પ્રગટ થાય છે. '
સમ્યક મતિથી સમ્યફ સંસ્કાર અને દુષ્ટ મતિથી દુષ્ટ સંસ્કાર પરભવમાં પ્રાપ્ત થાય છે, માટે ભવ્ય પુરુષે એ આત્મામાં જ આત્મબુદ્ધિ ધારણ કરવી અને પુત્રલમાં અજીવ બુદ્ધિ ધારણ કરી સ્વસ્વભાવમાં રમવું.
देहे स्वघुद्धिरात्मानं, युनक्त्येतेन निश्चयात् ॥ स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ॥ १३ ॥
અર્થ–દેહમાં આત્મબુદ્ધિ થવાથી દેહ સાથે જ આત્માને વેગ રહે છે અને આત્મામાં આત્મબુદ્ધિથી દેહને વિગ થાય છે.
ભાવાર્થ—અનાદિકાળથી બહિરાત્માને દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ થાય છે અને તે આત્માને પરમાનંદ નહિ પામવા દેતાં દેહમાં જ બાંધી રાખે છે. અર્થાત દીર્ઘ સંસાર રૂપ તાપમાં પાડે છે, આત્માને જડ જે રાખે છે.