________________
સમાધિશતકમ્
- ૧૫ દોધક છંદ.
બાહિર અંતર પરમ એ, આત્મ પરિણતિ તીન, દેહાદિક આતમભરમ, બહિરાતમાં બહુદીન ૭
વિવેચન –અહિરાત્મા. અંતરાત્મા અને પરમાત્મા એ રીતે આત્માની ત્રણ પરિણતિ છે.
તેમાં પ્રથમ દેહ, વાણી, મન વિગેરેમાં જેને આત્મત્વબુદ્ધિ છે તે બહિરાત્મા જાણ. તે બહિરાભ પ્રાણી પરવસ્તુને પિતાની માની રાગદ્વેષના યોગે કર્માષ્ટક ગ્રહી અનેક યોનિમાં અવતાર ધારણ કરી અનેક પ્રકારનાં તીવ્ર દુઃખ પામે છે.
જેમ કસાઈના હાથમાં આવેલી બકરી અતિ દીન હોય છે, તેમ આત્મા પણ સિંહસમાન હોવા છતાં પરવસ્તુમાં પોતાની બુદ્ધિ ધારણ કરી કર્મ પાંજરામાં પડ્યો છતે અતિ દીન ગરીબ થઈ ગયો છે.
જેમ દુનિયામાં કઈ માણસની પાસે ધન હેય નહિ. ખાવા પીવાનું હોય નહિ, વસ્ત્ર પણ મળે નહિ, તે દીન કહેવાય છે, તેમ બહિરાભા પણ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લક્ષમીના અભાવે, તેમ જ જ્ઞાનરૂપભોજનના અભાવે સમતા રૂપ પાણીના અભાવે, વૈરાગ્યરૂપ વસ્ત્રના અભાવે, પુદ્ગલરૂપ ભિક્ષાને ઈચ્છારૂપ પાત્રમાં ગ્રહણ કરે અતિ દુઃખી થઈ ગયો છે. : ' જેમ કેઈ મનુષ્યના શરીરે અનેક પ્રકારના રોગ થાય છે, તેને જરા માત્ર પણ શાંતિ મળતી નથી, મુખે હાય