________________
૧૩.
સમાધિશતકમ્ સિંહા લગે ગુણ ઠાણું ભલું, કિમ આવ્યે તાણું આતમ કષ્ટ કરો સંજમ ધરે, ગાળે નિજ દેહ, જ્ઞાનદશા વિણ જીવને, નહીં બને છે. આમ
જ્યાં સુધી આત્મદ્રવ્યનું લક્ષણ રૂડી રીતે જાણ્યું નથી. અનેકાંતપણે આત્માને રૂડી રીતે જાણે નથી, ત્યાં સુધી રૂડું એવું ગુણસ્થાનક તાણ્યું હતું પણ આવતું નથી.
ભલે તમે અનેક પ્રકારના કષ્ટ કરો અને સંયમ ધારણ કરે, પોતાના દેહને ગાળી નાખે પણ આત્મજ્ઞાનદશાની પ્રાપ્તિ વિના દુઃખને નાશ થતું નથી.
શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કે – કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મળશું કંતને ધાય, એ મેળે નવિ કહિએ સંભવે રે, મે કામ ન ઠાય.
રુષભ૦ ૧. કેઈપતિરંજન અતિઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ, એ પતિરંજનમેંનવિચિત્ત ધર્યુંરે, રંજન ઘાતુમિલાપ
રુષભ ૨: - ઈત્યાદિકથી સમજવું કે આત્મજ્ઞાન વિના મુક્તિની પ્રાપ્તિ નથી. શ્રી દશવૈકાલીકમાં પણ કહ્યું છે કે પશ્ચિમનાબૂ તો આ પ્રથમ જ્ઞાન પશ્ચાત દયા. અર્થાત્ જીવ તથા અજીવના જ્ઞાન વિના દ્રવ્યદયા તથા ભાવદયા પણ થઈ શકતી. નથી. વળી કહ્યું છે કે –