________________
છે કે હું નમઃ |
સમાધિ શતક
येनाऽऽत्माऽधुध्यतात्मैव, परत्वेनैव चापरम् । अक्षयाऽनन्तबोधाय, तस्मै सिद्धात्मने नमः ॥ १॥
ભાવાર્થ–સકલ કર્મથી રહિત મુક્ત એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર થાઓ, જે સિદ્ધભગવંતે આત્માને આત્મ રૂપે જાણે તેમજ જેણે શરીર, મન, વાણી, આદિ પુદ્ગલ ભાવને પરરૂપે જાણે. ' .
આત્માથી અન્ય સર્વ અચેતન છે, એમ જાણી જેઓ તેનાથી વિરામ પામ્યા, એવા સિદ્ધ ભગવાન અનંત, અવિનશ્વર, જ્ઞાનમય, સદાકાલ વર્તે છે, તેમને નમસ્કાર થાઓ.
કૈવલ્યજ્ઞાન કહેવાથી અનંત દર્શન, અનંત સુખનું ગ્રહણ થાય છે, કારણ કે તે જ્ઞાનની સાથે દર્શન, સુખનો અવિનાભાવ છે. (નિત્ય સંબંધ છે.)
અત્ર સ્થળે શંકા થશે કે, ઈષ્ટ દેવ પંચ પરમેષ્ઠિરૂપ છે, છતાં સિદ્ધને કેમ નમસ્કાર કર્યો. તેના સમાધાનમાં સમજવું કે-વ્યાખ્યાતા અને શ્રોતાને સિદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, માટે સિદ્ધિને નમસકાર કર્યો છે. વળી સિદ્ધ શબ્દથી જ અરિહંત આદિનું ગ્રહણ થાય છે, કારણ કે તેમને પણ નયાપેક્ષાએ દેશથી સિદ્ધપણું છે.